ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મમતા બેનરજી પર થયેલા હુમલા અંગે RSS જવાબદારઃ TMC - ગુજરાત

પશ્ચિમ બંગાળમાં TMC નેતા મદન મિત્રાએ મુખ્યપ્રધાન મમતા બેનરજી પર થયેલા હુમલા અંગે RSSને જવાબદાર ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલો RSSના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

મમતા બેનરજી પર થયેલા હુમલા અંગે RSS જવાબદારઃ TMC
મમતા બેનરજી પર થયેલા હુમલા અંગે RSS જવાબદારઃ TMC

By

Published : Mar 12, 2021, 8:47 AM IST

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી પર થયેલા હુમલાનો મામલો
  • TMC નેતાએ મમતા બેનરજી પર થયેલા હુમલા અંગે RSSને જવાબદાર ગણાવ્યું
  • આ હુમલો બીજા રાજ્યમાં થાત તો ફરી એકવાર ત્યાં ગોધરા થઈ જાતઃ TMC

આ પણ વાંચોઃનંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા મમતા, રાજ્યપાલે કોલકાતાની હોસ્પિટલમાં લીધી મુલાકાત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી નંદીગ્રામમાં જ્યારે ચૂંટણી રેલી કરવા જઈ રહ્યાં હતાં. તે દરમિયાન તેમની ઉપર હુમલો થયો હતો, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. TMCએ મુખ્યપ્રધાન પર થયેલા હુમલા અંગે RSSને જવાબદાર ગણાવ્યું છે. TMC નેતા મદન મિત્રાએ જણાવ્યું હતું કે, આ કામ માત્ર RSSનું જ છે. આ હુમલો સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો આ પ્રકારની ઘટના અન્ય રાજ્યમાં થયો હોત તો વધુ એક ગોધરા બની જાત, પરંતુ પશ્ચિમ બંગાળ ગોધરા નથી. પશ્ચિમ બંગાળના લોકો શાંતિ ઈચ્છે છે.

આ પણ વાંચોઃસ્વીડનમાં એક યુવકે ચાકુથી 8 લોકો પર હુમલો કર્યો, પોલીસે તેના પર ગોળી ચલાવી

બુધવારે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર વખતે ઈજાગ્રસ્ત થયાં હતાં મમતા બેનરજી

આ સાથે જ TMCના વરિષ્ઠ નેતા મદન મિત્રાએ મમતા બેનરજી પર થયેલા હુમલાને હત્યાનો પ્રયાસનો મામલો ગણાવ્યો છે. મહત્ત્વનું છે કે, મમતા બેનરજી બુધવારે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં હતાં. અહીં તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ પડી ગયાં હતાં અને તેમને પગ અને કમરમાં ઈજા થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details