- મહેબૂબા મુફ્તીનો ખુર્શીદના પુસ્તક મામલે ભાજપ પર પ્રહાર
- ભાજપ અને RSS બન્ને સાંપ્રદાયિક સંગઠનો છે: મહેબૂબા મુફ્તી
- બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા મહેબૂબા મુફ્તી ગો બેકના નારા લાગ્યા
શ્રીનગર:પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તી (MEHBOOBA MUFTI) જમ્મુ વિભાગના પ્રવાસે છે. શનિવારે પાર્ટી કાર્યાલય પહોંચીને તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેણે સલમાન ખુર્શીદના (Salman Khurshid) વિવાદિત પુસ્તક પર પણ પ્રતિક્રિયા આપી હતી.
ભાજપ અને RSS બન્ને સાંપ્રદાયિક સંગઠનો
પીડીપીના વડાએ કહ્યું કે, ભાજપ અને RSS (RSS AND BJP) બન્ને સાંપ્રદાયિક સંગઠનો છે. બન્નેએ હિન્દુત્વ અને હિન્દૂ ધર્મને હાઈજેક (BJP HAVE HIJACKED HINDUTVA AND HINDUISM) કર્યા છે. જે પક્ષો હિંદુ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ઇચ્છે છે તેમની સરખામણી માત્ર ISIS સાથે જ નહીં, પરંતુ અન્ય સમાન સંગઠનો સાથે પણ કરી શકાય છે, કારણ કે તેઓ ધર્મના નામે લોકોની હત્યા કરે છે.