નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં CBI દ્વારા નોંધાયેલા કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી કરી. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય જજ એમકે નાગપાલની કોર્ટ 31 માર્ચે સંભળાવશે.
આ પણ વાંચો:Rahul Gandhi Disqualified As MP: રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થતા વિવિધ નેતાઓએ આપી પ્રતિક્રિયા
સિસોદિયા હાલ તિહાર જેલમાં:સિસોદિયા વતી વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન, સિદ્ધાર્થ અગ્રવાલ અને મોહિત માથુર હાજર રહ્યા હતા. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના રિમાન્ડ સમાપ્ત થયા પછી, 22 માર્ચે, કોર્ટે સિસોદિયાને 5 એપ્રિલ સુધી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. જ્યારે સીબીઆઈ કેસમાં સિસોદિયાને 3 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે.
એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ: તે જ સમયે, ED કેસમાં, 25 માર્ચે કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ દરમિયાન સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીંથી 9 માર્ચે સિસોદિયાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીંથી 9 માર્ચે સિસોદિયાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Jammu and Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ થયો નિષ્ફળ
શું છે દિલ્હી દારૂ કૌભાંડઃ 2021માં દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરી હતી. આ નીતિ હેઠળ, સરકારે ખાનગી વિક્રેતાઓને દારૂના વેચાણની મંજૂરી આપી હતી. તમામ સરકારી દુકાનો બંધ હતી. જે વિસ્તારોમાં ગીચ વસ્તી હતી ત્યાં ખાનગી દુકાનો ખુલી હતી. જ્યારે આ મામલો એક્સાઇઝ પોલિસી અને દારૂની દુકાનો ખોલવા માટે આપવામાં આવેલા લાયસન્સમાં કૌભાંડનો આવ્યો ત્યારે તેની ફરિયાદ કરવામાં આવી અને લેફ્ટનન્ટ ગવર્નરે ફરીથી CBI તપાસના આદેશ આપ્યા. 17 ઓગસ્ટે સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડમાં કેસ નોંધ્યો હતો અને 19 ઓગસ્ટે મનીષ સિસોદિયાના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જણાવી દઈએ કે દારૂના કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.