નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને રાઉઝ એવન્યુ કોર્ટે રાજ્યસભાની ચૂંટણી માટે ફરી ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહનો કાર્યકાળ આ મહિને 27મી જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીની ત્રણ રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી ભરવાની તારીખ 9 જાન્યુઆરી સુધી નક્કી કરવામાં આવી છે. આ બેઠકો માટે 19 જાન્યુઆરીએ મતદાન યોજાશે.
Sanjay Singh nomination: કોર્ટે સંજય સિંહને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની આપી મંજુરી - આમ આદમી પાર્ટી
શરાબ નીતિ કૌભાંડમાં મની લોન્ડ્રિંગ મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહને કોર્ટે ફરી એક વખત રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટેની મંજુરી આપી દીધી છે. આ ચૂંટણી 19 જાન્યુઆરીએ યોજાશે. આ પહેલાં આમ આદમી પાર્ટીએ સંજય સિંહના હસ્તાક્ષર લેવાની મંજુરી માટે કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે.
Published : Jan 5, 2024, 2:42 PM IST
27મી જાન્યુ. સંજય સિંહનો કાર્યકાળ પૂર્ણ:વાસ્તવમાં, સંજય સિંહ ઉપરાંત દિલ્હીથી સુશીલ ગુપ્તા અને એનડી ગુપ્તા બે રાજ્યસભાના સભ્યો છે, તેમનો કાર્યકાળ પણ 27મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ અત્યારે પાર્ટીએ માત્ર સંજય સિંહને જ ઉમેદવાર બનાવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પરવાનગી આપી દીધી છે. હવે સંજય સિંહ ઉમેદવારી નોંધાવશે. દિલ્હીની ત્રણેય રાજ્યસભા બેઠકો આ વખતે પણ આમ આદમી પાર્ટીના નામે થઈ શકે છે, કારણ કે વિધાનસભાની 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી પાસે 62 બેઠકો પર ધારાસભ્યો અને 8 બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે.
રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણીની તૈયારી:બીજી તરફ દિલ્હી ચૂંટણી પંચે રાજ્યસભાની ત્રણેય બેઠકો માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 19 જાન્યુઆરીએ મતદાન થયા બાદ તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હી સરકારે ટ્રાન્સપોર્ટ કમિશનર આશિષ કુન્દ્રાને રિટર્નિંગ ઓફિસર અને નીરજ અગ્રવાલને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર બનાવ્યા છે. ચૂંટણી પંચે 22 ડિસેમ્બરે દિલ્હીની ત્રણ રાજ્યસભા બેઠકો માટે જાહેરાત કરી હતી અને 2 જાન્યુઆરીએ તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ચૂંટણી માટે 9 જાન્યુઆરી સુધી નામાંકન દાખલ કરી શકાશે, ત્યારબાદ 10 જાન્યુઆરીએ નામાંકનની ચકાસણી કરવામાં આવશે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી છે. 19 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. દિલ્હી વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાશે.