ગુજરાત

gujarat

By

Published : May 4, 2021, 10:05 PM IST

ETV Bharat / bharat

ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા

રોહતકમાં એક બેન્કમાં ગાર્ડની હિંમતથી લૂંટારૂઓની હિંમત પડી ભાંગી અને બેન્ક લુંટ્યા વગર જ બદમાશો ભાગી ગયા હતાં. જો કે આ બદમાશોની સામે લડતા ગાર્ડને ગોળી વાગી અને ઘાયલ ગાર્ડને ઉપચાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા
ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા

  • ગાર્ડએ બતાવી હિંમત
  • લૂંટારીઓની ભાંગી પડી હિંમત
  • ઉભી પુંછડીએ ભાગ્યા લૂંટારૂઓ

રોહતક: જિલ્લાના મકડોલી ગામની એક્સિસ બેન્કની શાખામાં ડ્યુટી પર તૈનાત ગાર્ડ વિરેન્દ્ર સિંહે હિંમત દેખાડીને લૂંટને બચાવી છે. જણાવી દઇએ કે બદમાશોએ ગાર્ડ પર ફાયરિંગ કર્યું હતું. અત્યારે તો ગાર્ડ વીરેન્દ્ર સિંહ રોહતકના પીજીઆઇમાં સારવાર લઇ રહ્યો છે. ગાર્ડની હિંમતની તસવીરો સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. સદરથાના પોલીસ સ્ટેશનમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

ગાર્ડની હિંમત જોઇ બેન્ક લૂંટવા આવેલા લૂંટારૂઓ ઉભી પુંછડીએ ભાગ્યા

ગાર્ડે બતાવી હિંમત

આ ઘટના મકડોલી ગામની એક્સિસ બેન્કમાં ઘટી હતી. જણાવવામાં આવે છે કે બે બાઇક સવાર બદમાશ એક્સિસ બેન્ક શાખા લૂટવા માટે બેન્કમાં ઘુસી ગયા હતાં. બાદમાં અન્ય એક બદમાશ પિસ્તોલ સાથે બેન્કમાં ઘૂસી ગયો હતો. જો કે બેન્કમાં હાજર સુરક્ષા ગાર્ડ વિરેન્દ્રએ હિમ્મત દેખાડી અને બદમાશો સાથે બાજી પડ્યો.

વધુ વાંચો:વડોદરામાં કોરોનાથી પોલીસકર્મીનું મૃત્યુ, ગાર્ડ ઑફ ઓનર સાથે અંતિમ વિદાય

બેન્કને લૂંટાતા બચાવી

આ ઘટના દરમ્યાન વિરેન્દ્ર પર બદમાશોએ ફાયરિંગ પણ કર્યું હતું જેમા કારણે વિરેન્દ્ર ઘાયલ પણ થયો હતો. જો કે વિરેન્દ્ર સિંહની હિંમતના કારણે એક્સિસ બેન્ક લૂંટાઇ નહીં. ગાર્ડની હિંમત જોઇને બદમાશો ઉભી પુંછડીએ ભાગી ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details