નવી દિલ્હીઃદેશની અર્થવ્યવસ્થામાં રોડ અને હાઈવે મહત્વનો ભાગ ભજવે છે. માર્ગ પરિવહન એ માત્ર આર્થિક વિકાસ જ નહીં, પરંતુ સામાજિક વિકાસ, સંરક્ષણ ક્ષેત્રો તેમજ જીવનની મૂળભૂત બાબતોની પહોંચનો આધાર છે. એક અહેવાલ મુજબ દર વર્ષે લગભગ 85 ટકા પેસેન્જર અને 70 ટકા માલવાહક વાહનવ્યવહાર સડક માર્ગે થાય છે. આ હાઈવેનું મહત્વ દર્શાવે છે. ટ્વીટ્સ કરીને પ્રોજેક્ટની ગ્રાફિકલ ફાઈલ શેર કરી નીતિન ગડકરી કહ્યું કે, "ભારતમાલા પરિયોજના પહેલ હેઠળ, તમિલનાડુ રાજ્યમાં એક નવો ગ્રીનફિલ્ડ કોરિડોર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આમાં ડબલ ટાયર 4-લેનનો વિકાસ સામેલ છે. ચેન્નાઈ પોર્ટથી મદુરાવોયલ સુધી એલિવેટેડ કોરિડોર". હાઈવે અંગે તેઓ ટ્વીટ્સ કરીને હમેંશા માહિતી આપતા રહે છે.
ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા: છેલ્લા નવ વર્ષમાં દેશમાં લગભગ 50,000 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે. આ માહિતી સત્તાવાર આંકડાઓમાંથી પ્રાપ્ત થઈ છે.દેશમાં 2014-15માં કુલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 97,830 કિમી હતો. જે માર્ચ, 2023 સુધીમાં વધીને 1,45,155 કિમી થઈ ગયો છે. આંકડાઓ અનુસાર, 2014-15માં રોજના 12.1 કિમી રોડ નિર્માણથી દેશમાં 2021-22માં રોડ નિર્માણની ગતિ વધીને 28.6 કિમી પ્રતિ દિવસ થઈ ગઈ છે. બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક ભારતમાં લગભગ 63.73 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું છે.