ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વધી શકે છે EMI, આજથી RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં સંભવિત વધારો

દેશનો છૂટક ફુગાવાનો દર સતત 7 ટકાથી ઉપર રહ્યો છે. જો રિઝર્વ બેંક (Reserve Bank Of India) રેપો રેટ વધારશે તો બેંકો લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા અને જૂનમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો.

વધી શકે છે EMI, આજથી RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં સંભવિત વધારો
વધી શકે છે EMI, આજથી RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં સંભવિત વધારો

By

Published : Aug 3, 2022, 10:31 AM IST

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (Reserve Bank Of India) મોનેટરી પોલિસી (Monetary Policy) કમિટીની બેઠક આજથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય બેંક નીતિ વિષયક નિર્ણયો લેશે, જેની જાહેરાત આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ 5 ઓગસ્ટે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે 3 થી 5 ઓગસ્ટની વચ્ચે યોજાનારી આ બેઠકમાં RBI રેપો રેટમાં વધારો કરી શકે છે. અગાઉ યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં પણ RBIએ રેપો રેટમાં વધારો કર્યો હતો. દર બે મહિને મળનારી નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો:મેટ્રિમોનિયલ સાઇટ્સ પર મહિલાઓ સાથે છેતરપિંડી, દિલ્હી મહિલા આયોગે લીધી નોંધ

ગત વખતે આટલો વધારો થયો હતો :છૂટક ફુગાવો સતત 7 ટકાથી ઉપર રહ્યો છે. જો સેન્ટ્રલ બેંક રેપો રેટ વધારશે તો બેંકો લોન પર વ્યાજ દર વધારી શકે છે. રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા અને જૂનમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. સતત વધારા બાદ રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો:Har Ghar Tiranga : નેતા કરી રહ્યા છે તિરંગાનું વિતરણ, ડિઝાઇનર કરનાર પિંગલી વેંકૈયાની કહે છે કહાણી

ફુગાવો દર :જૂન મહિનામાં મોંઘવારી દર 7.01 ટકા હતો. આ સતત છઠ્ઠી વખત હતો જ્યારે ફુગાવાનો દર રિઝર્વ બેંક (Reserve Bank Of India) દ્વારા નિર્ધારિત લક્ષ્ય મર્યાદા કરતા વધારે હતો. જુલાઈ મહિનાના આંકડા હજુ આવવાના બાકી છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.04 ટકા હતો. એપ્રિલ મહિનામાં રિટેલ મોંઘવારી દર 7.79 ટકા નોંધાયો હતો. ખાદ્ય ફુગાવો જૂનમાં 7.75 ટકા હતો જે મે મહિનામાં 7.97 ટકા નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details