ગુજરાત

gujarat

By

Published : Oct 7, 2022, 8:05 PM IST

ETV Bharat / bharat

હિમસ્ખલન થતા 26 લોકોના અકાળે મૃત્યું, સર્ચ ઑપરેશન શરૂ 3 હજુ ગાયબ

ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાએ હાલાકી સર્જી છે. હાલત એટલી ખરાબ છે કે, રેસક્યુ ઑપરેશનમાં પણ જવાનોને પરસેવો આવી ગયો હતો. ઊંચાઈ પર શ્વાસ ન લઈ શકવાને કારણે તથા હિમસ્ખલ થવાને કારણે 26 લોકોના મૃત્યું થયા હતા. ઉત્તરકાશીમાં બચાવ કામગીરી (Uttarkashi Rescue Operation) ચાલી રહી છે. અત્યાર સુધીમાં 26 મૃતદેહો મળી આવ્યા છે. પ્રથમ દિવસે 13 લોકોને બચાવી લેવાયા હતા અને ચાર મૃતદેહોને તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ એજન્સીઓ બચાવ કાર્યમાં સામેલ છે.

ઉત્તરાખંડ હિમપ્રપાત સ્થળ પરથી 26 મૃતદેહો મળી આવ્યા, ત્રણ હજુ પણ ગુમ
ઉત્તરાખંડ હિમપ્રપાત સ્થળ પરથી 26 મૃતદેહો મળી આવ્યા, ત્રણ હજુ પણ ગુમ

ઉત્તરકાશી હિમપ્રપાતમાં બચાવ (Uttarkashi Rescue Operation)કામગીરી ચાલી રહી છે. અકસ્માત સ્થળ પર અત્યાર સુધીમાં 26 મૃતદેહો મળી આવ્યા છે. આજે શુક્રવારે વધુ 7 પર્વતારોહકોના મૃતદેહ મળી આવ્યા છે. આજે સવારે હર્ષિલના 02 હેલિકોપ્ટર ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. બાકીના 10 ગુમ થયેલા તાલીમાર્થીઓને એડવાન્સ બેઝ કેમ્પ પર તૈનાત બચાવ ટીમદ્વારા શોધવામાં આવી રહી છે. જેમાંથી 7ના મૃતદેહ મળી આવ્યા છે. હવે ત્રણ લોકો ગુમ છે.

શુ હતી ઘટના?નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના 42 ક્લાઇમ્બર્સનું (avalanche in Uttarkashi) એક જૂથ, જે ઉચ્ચ હિમાલયના પ્રદેશમાં તાલીમ માટે નીકળ્યું હતું, મંગળવારે સવારે દ્રૌપદીના ડાંડા 2 પર્વત શિખર પાસે હિમપ્રપાતની ચપેટમાં આવી ગયું હતું. 42 સભ્યોની એડવાન્સ ટીમમાંથી 13 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કુલ 29 લોકો ફસાયેલા હતા. એરફોર્સ, એસડીઆરએફ, એનડીઆરએફ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ ગુલમર્ગની ટીમ પણ બચાવ કાર્યમાં લાગેલી છે. એવરેસ્ટ વિજેતા ઉત્તરકાશીના લોન્થ્રુ ગામની સવિતા કંસવાલ અને ભુક્કી ગામની નૌમી રાવતનું પણ અકસ્માતમાં મોત થયું હતું. દ્રૌપદીનું દાંડા પર્વત શિખર ઉત્તરકાશીના ભટવાડી બ્લોકમાં ભુક્કી ગામની ઉપર આવેલું છે.

મૃતદેહો મળી આવ્યાઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે (Uttarakhand DGP Ashok Kumar)કહ્યું કે હિમસ્ખલનને કારણે પડેલી તિરાડમાંથી કુલ 26 મૃતદેહો મળી આવ્યા છે. આજે અદ્યતન લાઈટ હેલિકોપ્ટર દ્વારામૃતદેહોને મૌલી હેલીપેડ પર લાવવામાં આવ્યા હતા. ડીજીપીએ કહ્યું કે કુલ 30 બચાવ ટીમો તૈનાત છે. ITBP નેહરુ પર્વતારોહણ સંસ્થા, એરફોર્સ, આર્મી, SDRF વગેરેની વિવિધ ટીમોના કુલ 30 લોકોને તૈનાત કરવામાં આવ્યા છે.

મૃતદેહો પરિવારને સોંપાયાઆજે 4 મૃતદેહોને ડોકરાણી એડવાન્સ બેઝ કેમ્પથી આર્મીના હેલિકોપ્ટર દ્વારા હર્ષિલ હેલિપેડ પર લેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ચારેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસ કર્મચારીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર સેનાના જવાનો એસડીઆરએફ એનડીઆરએફ સહિત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જીલ્લા હોસ્પિટલ દ્વારા મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા હતા.

મૃતદેહોની ઓળખ હોસ્પિટલમાં લાવવામાં આવેલા ચારેય મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં ટ્રેનર સવિતા કંસવાલ, નવમી રાવત, કુમાઉના રહેવાસી અજય બિષ્ટ અને હિમાચલ શિમલાના રહેવાસી શિવમ કૈંથોલાના મૃતદેહ સામેલ છે. પર્વતારોહક સવિતા કંસવાલના પરિવારજનો પણ હોસ્પિટલમાં હાજર હતા. સવિતાનો મૃતદેહ જોઈને પરિવારજનોના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

ગુરુવારે શું થયુંગુરુવારે સાંજ સુધી અકસ્માત બાદ 16 મૃતદેહ મળી આવ્યા હતા. મળી આવેલા મૃતદેહોમાં બે ટ્રેનર્સ અને 14 તાલીમાર્થીઓના મૃતદેહ છે. ગુરુવાર સુધીમાં, 13 પર્વતારોહકો ગુમ થયા હતા. દ્રૌપદી ડાંડામાં ખરાબ હવામાનને કારણે બચાવ કાર્ય અટકાવવું પડ્યું હતું. ઉત્તરકાશીના ઊંચા વિસ્તારોમાં હળવો હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. ગુરુવારે સવારે રેસ્ક્યુ દરમિયાન હેલિકોપ્ટરની મદદથી સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ કુલ નવ લોકોના મૃતદેહને એડવાન્સ બેઝ કેમ્પ સુધી લાવી હતી.

સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ એજન્સીઓ બચાવ કાર્યમાં સામેલ

નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ

હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ

જીલ્લા વહીવટીતંત્ર અને અન્ય.

બચાવેલા અને મૃતકોની વિગતો-

ફસાયેલા વ્યક્તિઓની કુલ સંખ્યા- 29 (02 ટ્રેનર્સ અને 27 તાલીમાર્થીઓ).

04 ઓક્ટોબર 2022- 04 મૃતદેહો મળી આવ્યા

06 ઓક્ટોબર 2022 - 15 ના રોજ મળી આવ્યા

ABOUT THE AUTHOR

...view details