હૈદરાબાદ: 73મા પ્રજાસત્તાક દિવસ(republic day 2022)ની ઉજવણી પ્રસંગે, રામોજી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન રામોજી રાવે રામોજી ફિલ્મ સિટી ખાતે ધ્વજવંદન (Ramoji Rao hoisted national flag) કર્યું હતું.
આ પણ વાંચો:CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન
રામોજી ફિલ્મ સિટી
રામોજી ફિલ્મ સિટી ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીપ્રસંગે રામોજી ફિલ્મ સિટીના એમડી વિજયેશ્વરી, ઇટીવી ઇન્ડિયાના એમડી બૃહતિ ચેરુકુરી. ઉષાકિરણ મૂવીઝ લિમિટેડના ડિરેક્ટર , શિવરામકૃષ્ણ, યુકેએમએલ ડિરેક્ટર અને સંસ્થાના અન્ય કર્મચારીઓ પણ હાજર હતા.
આ પણ વાંચો:પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો
સામાજિક અંતર
રામોજી ફિલ્મ સિટી ખાતે ધ્વજવંદન દરમિયાન, કોરોના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે સામાજિક અંતર (Social distance) જેવા ધોરણોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. અગાઉ, દેશનું મુખ્ય સમારોહ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં રાજપથ ખાતે યોજાયો હતો. રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારતની વિવિધતા અને સમૃદ્ધિ દર્શાવતી અનેક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સશસ્ત્ર દળો અને અન્ય સૈન્ય જવાનોની પરેડની સલામી લીધી હતી. આ પ્રસંગે પણ, કોરોના રોગચાળાને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે પ્રેક્ષકોની હાજરી મર્યાદિત હતી.