ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ - વીરતા પુરસ્કાર 2022

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલ (param vishisht seva medal 2022) એનાયત કરવામાં આવશે. ગણતંત્ર દિવસ (Republic Day 2022)ના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે 384 લોકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.

Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ
Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ

By

Published : Jan 25, 2022, 7:40 PM IST

હૈદરાબાદ: ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympics 2021) ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર સુબેદાર નીરજ ચોપરા (neeraj chopra gold medal in olympics)ને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' (param vishisht seva medal 2022) થી સન્માનિત કરવામાં આવશે. તેમને આ સન્માન 26 જાન્યુઆરીએ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નીરજ ભારતીય સેનાની રાજપૂતાના રાઈફલ્સ (neeraj chopra rajputana rifles)માં તહેનાત છે. અત્યાર સુધી નીરજને અનેક સન્માન મળ્યા છે.

ઓલિમ્પિક ગેમ્સમાં 87.58 મીટર ભાલો ફેંક્યો હતો

ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટ (track and field events)માં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે. તેણે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને મેડલ જીત્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તેને 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન' એવોર્ડ (major dhyan chand khel ratna award 2021)થી સન્માનિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મંગળવારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે.

આ પણ વાંચો:ગોલ્ડન બોયને વધું એક સન્માન, નીરજ ચોપરાના નામે 'આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ'

384 લોકોને વીરતા પુરસ્કાર આપવામાં આવશે

જાહેર કરાયેલી યાદી અનુસાર આ વખતે 384 લોકોને વીરતા પુરસ્કાર (gallantry award 2022) આપવામાં આવશે. 12 લોકોને શૌર્ય ચક્ર, 29 લોકોને પરમ વિશિષ્ટ સેવા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગયા વર્ષે ઓલિમ્પિક ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર રાજપૂતાના રાઈફલ્સના નીરજ ચોપરા પણ વિશિષ્ઠ સેવા મેડલ મેળવનારાઓમાં શામેલ છે.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ ઓલ્મપિક ખેલાડીઓ સાથે કરી મોકળા મને વાત

53 લોકોને અતિ વિશેષ સેવા મેડલ

આ ઉપરાંત આ વર્ષે 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (Excellent War Service Medal 2022), 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલ અને 112 વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક દિવસે આ મેડલથી બહાદુરી દર્શાવનારા લોકોને સન્માનિત કરશે.

ABOUT THE AUTHOR

...view details