નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ બેઠક બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. ચેરમેન મુકેશ અંબાણી(Chairman Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી વાર્ષિક બેઠક (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી AGM ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે, RIL(આરઆઈએલ)ના રોકાણકારોની સાથે કોર્પોરેટ જગત અને શેરબજારની નજર પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની AGM પર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે 45મી AGM પર તમામની નજર રહેશે - reliance agm 2022
રિલાયન્સની Annual General Mitting (AGM ) આજે સોમવારે મળવા જઈ રહી છે. જે ખૂબ જ ખાસ બનવાની છે, કારણ કે રિલાયન્સ જિયો 5G લોન્ચ કરવા માટે કઈ તારીખ નક્કી કરે છે, તેના પર બધાની નજર રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી AGM ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવશે. 45th Reliance jio AGM, reliance agm 2022, 45th Reliance jio AGM, AGM reliance jio 5g
આ પણ વાંચોઃStock Market India શેરબજારમાં પહેલા જ દિવસે 1000 પોઈન્ટનો કડાકો
AGMમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શું અપેક્ષાઓ છેઃ દર વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM માં કેટલીક એવી યોજનાઓ અથવા બિઝનેસની જાહેરાત કરવામાં આવે છે, જેની રોકાણકારો આતુરતાથી રાહ જોતા હોય છે. આ સાથે કંપનીના આગળના બિઝનેસ પ્લાનની જાહેરાતમાં શું મોટી જાહેરાત થશે, તેની રાહ જોવાઈ રહી છે. આ સિવાય રિલાયન્સ જિયો, રિલાયન્સ રિટેલના IPO(આઈપીઓ) અંગે શું નિર્ણય લેવામાં આવશે, તે જાણી શકાય છે વળી, મુકેશ અંબાણી પોતાનો બિઝનેસ વારસો આગામી પેઢીને સોંપવા સંબંધિત કોઈ જાહેરાત કરી શકે છે.