ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિયલમી અને ક્વાલકોમ 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટનું હોસ્ટિંગ કરશે - સંમેલનમાં પ્રમુખ ઉદ્યોગ નિષ્ણાત જોડાશે

સ્માર્ટ ફોન બ્રાન્ડ રિયલમી, GSMA, કાઉન્ટર પોઈન્ટ અને ક્વાલકોમ સાથે મળીને 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટ યોજવા તૈયાર છે. આ સંમેલનમાં પ્રમુખ ઉદ્યોગ નિષ્ણાત ભાગ લેશે.

રિયલમી અને ક્વાલકોમ 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટનું હોસ્ટિંગ કરશે
રિયલમી અને ક્વાલકોમ 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટનું હોસ્ટિંગ કરશે

By

Published : May 29, 2021, 2:16 PM IST

  • 3 જૂને 5જી પર વર્ચ્યૂઅલ સમિટ યોજાશે
  • રિયલમી અને ક્વાલકોમ કરશે સમિટનું હોસ્ટિંગ
  • સંમેલનમાં પ્રમુખ ઉદ્યોગ નિષ્ણાત ભાગ લેશે

નવી દિલ્હીઃ રિયલમી એક વર્ચ્યૂઅલ સમિટ યોજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શિખર સંમેલનમાં પ્રમુખ ઉદ્યોગ નિષ્ણાત ભાગ લેશે, જે 5જી ટેક્નોલોજી પર પોતાના વિચાર રજૂ કરશે અને વિશ્વભરમાં 5જીના વિકાસની તક, ગ્રાહકો અને તેના પ્રભાવ તેમ જ સ્માર્ટ જીવનના એક પ્રમોટર તરીકે ચર્ચા કરશે. કંપનીના એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો-વનપ્લસે સ્માર્ટ ટીવી વાઈ સિરીઝ 101ને લોન્ચ કર્યું, શરૂઆતી કિંમત 21,999 રૂપિયા હશે

મહામારી પછી વિશ્વમાં વિકાસને વધારવા અંગેના મુદ્દા પર થશે ચર્ચા

GSMA ઈન્ટેલિજન્સના પેનલિસ્ટ કાલ્વિન બાહિયા બજારમાં 5જી વિકાસ અપેક્ષાઓની તુલના કરવા, 5જી મોબાઈલ ઈન્ટરનેટ મેળવવામાં તકલીફ અને તે કેવી રીતે મહામારી પછી વિશ્વમાં વિકાસને વધારી શકે છે. આ તમામ મુદ્દાઓ પર પોતાનો મંતવ્ય રજૂ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય 5જી ઈકોલોજી અને દરેક હિતધારકો માટે તેની અસર વિશે જાગૃકતા વધારવાનું છે.

આ પણ વાંચો-માઇક્રોસોફ્ટ લાઇટ વેટ વિન્ડોઝ 10X લોન્ચ નહી કરે

ભારતમાં 5જી ટેક્નિકને લાગુ કરવા અંગે મંચ તૈયાર કરશે

આ પોતાની રીતે પહેલું શિખર સંમેલન હશે, જેમાં પ્રભાવશાળી વિષય ભારતમાં 5જી ટેક્નિકને લાગુ કરવા અને અપનાવવા માટે મંચ તૈયાર કરશે.

ABOUT THE AUTHOR

...view details