મુંબઈ/બેંગલુરુ: મહારાષ્ટ્રમાં રાજ્યસભા ચૂંટણી 2022ના પરિણામો(RAJYA SABHA ELECTION RESULT 2022) બાદ રાજ્ય ભાજપ એકમમાં ખુશીની લહેર જોવા મળી હતી. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમારા માટે આ ખુશીની ક્ષણ છે. કારણ કે, ભાજપના ત્રણેય ઉમેદવારો જીત્યા છે. શિવસેનાના સંજય રાઉતે કહ્યું, કે, 'ચૂંટણી પંચે અમારો એક મત અમાન્ય કર્યો છે. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, 'હું શિવસેનાના સંજય રાઉત અને NCPના પ્રફુલ્લ પટેલ સાથે જીત્યો છું. કર્ણાટકમાંથી આર.એસ સીટ જીત્યા પછી, કોંગ્રેસના ઉમેદવાર જયરામ રમેશે કહ્યું, કે 'આ ટીમ કોંગ્રેસની જીત છે.'
આ પણ વાંચો - Rajysabha Election 2022 : રાજસ્થાનમાં કોંગ્રેસ, કર્ણાટક-મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત
મહારાષ્ટ્રમાં ભાજપના ત્રણ ઉમેદવાર જીત્યા - મહારાષ્ટ્રમાંથી ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું, 'હું જીત માટે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય પાર્ટીના વડા ચંદ્રકાંત પાટીલ અને સમગ્ર ટીમનો આભાર માનું છું.' મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાર્ટીની જીતની પ્રશંસા કરી અને તેને "ખુશીની ક્ષણ" ગણાવી. ફડણવીસે કહ્યું, "આ અમારા માટે ખુશીની ક્ષણ છે કારણ કે ભાજપના ત્રણેય ઉમેદવારો જીત્યા છે." તેમણે મતોમાં પાર્ટીના હિસ્સા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, 'પિયુષ ગોયલ અને અનિલ બોંડેને 48-48 વોટ મળ્યા. અમારા ત્રીજા ઉમેદવારને શિવસેનાના સંજય રાઉત કરતા વધુ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ પોતાની જીત જાહેર કરી હતી અને બાકીના ઉમેદવારોની પણ પુષ્ટિ કરી હતી.
સંજય રાઉતની થઇ જીત - રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ શિવસેનાના સંજય રાઉતે કહ્યું, 'ચૂંટણી પંચે અમારા એક મતને અમાન્ય કરી દીધો છે. અમે બે મત માટે વિરોધ કર્યો હતો પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચૂંટણી પંચે ભાજપ પક્ષ લીધો હતો. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, 'હું શિવસેનાના સંજય રાઉત અને NCPના પ્રફુલ્લ પટેલ સાથે જીત્યો છું. હું ધારાસભ્યોનો આભાર માનું છું. અમને દુઃખ છે કે મહા વિકાસ અઘાડીના ચોથા ઉમેદવાર સંજય પવાર જીતી શક્યા નથી.
આ પણ વાંચો - PRESIDENTIAL ELECTION : જમ્મુ કાશ્મીર આ કારણોસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે નહીં
જાણો કોણ ઉઠાવી રહ્યું છે વાંધો - મહારાષ્ટ્ર કોંગ્રેસના નાના પટોલેએ કહ્યું, "અમે ભાજપના ધારાસભ્ય એસ મુનગંટીવાર અને અપક્ષ ધારાસભ્ય (રવિ રાણા) વિશે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચૂંટણી પંચ કેસની સુનાવણી કરી રહ્યું છે. હારના ડરથી ભાજપે મતગણતરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહા વિકાસ અઘાડી જીતશે. મહારાષ્ટ્રના પ્રધાન જિતેન્દ્ર અવધે કહ્યું, 'ન તો મેં કોઈની સાથે વાત કરી, ન તો કોઈને જોયા, હસ્યા, કોઈની સાથે હાથ મિલાવ્યા; હું સીધો વોટ આપવા ગયો હતો. મેં કાયદેસર રીતે મારા એજન્ટને મારું બેલેટ પેપર બતાવ્યું અને મારો મત આપ્યો હતો. હું ઘરે પહોંચ્યાના અડધા કલાક પછી, મને જાણવા મળ્યું કે કોઈએ વાંધો ઉઠાવ્યો હતો. તે તરત કેમ ન કરવામાં આવ્યું?.'
કર્ણાટકમાં નેતાઓની પ્રતિક્રિયા -કર્ણાટકમાંથી આર.એસ સીટ જીત્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર જયરામ રમેશે કહ્યું, આ મારી જીત નથી. આ ટીમ કોંગ્રેસની જીત છે. સમગ્ર કોંગ્રેસ પક્ષ, પીસીસીના વડા ડીકે શિવકુમાર, સીએલપી નેતા સિદ્ધારમૈયા, મુખ્ય દંડક, તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું. એક પણ અમાન્ય મત નથી, તે ખરેખર ટીમવર્કની જીત છે. ટીમ કોંગ્રેસનો વિજય થયો છે. મારા યુવા સાથીદાર મન્સૂર અલી ખાન તેમની લડાઈની ભાવના માટે સંપૂર્ણ શ્રેયને પાત્ર છે. તેમણે JD(S) અને BJP વચ્ચેની કડીનો પર્દાફાશ કર્યો છે. જેડી(એસ) ભાજપની બી ટીમ છે અને મન્સૂર અલી ખાને આજે તે સાબિત કરી દીધું છે.
સિતારમણનો જય જયકાર થયો - નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, 'હું બીએસ યેદિયુરપ્પા (પૂર્વ સીએમ) એ હંમેશા મને આપેલા આશીર્વાદનો આભાર માનું છું. હું દરેક ધારાસભ્યનો આભાર માનું છું અને તેમના દ્વારા કર્ણાટકની જનતાને તેમની સેવા કરવાની બીજી તક આપવા બદલ. હું બીજેપી કર્ણાટક યુનિટ અને દરેક કાર્યકર્તાનો આભાર માનું છું.
કર્ણાટક માંથી આ લોકોની થઇ જીત - બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ કહ્યું, "કર્ણાટકમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નાણામંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજકારણી જગેશ અને MLC લહર સિંહ સિરોયા જીત્યા છે. તેમને ફાળવવામાં આવેલા મતો કરતાં વધુ મત મળ્યા, અન્ય પક્ષના લોકોએ અમને મદદ કરી. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રમાં ભાજપે ત્રણ બેઠકો જીતી છે. તે જ સમયે, કર્ણાટકમાં એક બેઠક કોંગ્રેસે જીતી છે, જ્યારે ત્રણ બેઠકો ભાજપે જીતી છે.