ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રવિન્દ્ર નારાયણ સિંહ બન્યા વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ - વિશ્વ હિન્દુ પરિષદ

પદ્મશ્રી સમ્માનથી સન્માનિત ડૉ. રવિન્દ્ર નારાયણ સિંહ શનિવારે વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા છે.

રવિન્દ્ર નારાયણ સિંહ બન્યા વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ
રવિન્દ્ર નારાયણ સિંહ બન્યા વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ

By

Published : Jul 17, 2021, 8:40 PM IST

  • વિહીપના નવા અધ્યક્ષની પસંદગી
  • બિહારના રવિન્દ્ર નારાયણ સિંહ બનશે નવા અધ્યક્ષ
  • 2010માં તેમને પદ્દમશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી: શનિવારે ડૉ. રવિન્દ્ર નારાયણ સિંહને વિશ્વ હિન્દૂ પરિષદના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બિહારની ધરતી સાથે સંબંધ ધરવતા ડૉ. રવિન્દ્રને 2010માં ચિકિત્સા વિજ્ઞાનમાં વિશેષ કામગિરી બદલ દેશનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું હતું.

સર્વાનુમતે થઇ વરણી

વહિપના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને આ અંગે જણાવ્યું હતું કે અમારા બોર્ડ દ્વારા આજે સર્વાનુમતિથી રવિન્દ્ર સિંહને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિંહે 2018 અધ્યક્ષ રહેલા વિષ્ણુ સદાશિવ કોકજેની જગ્યા લીધી છે. સુરેન્દ્ર જૈને વધુમાં જણાવ્યું હતું કે કોકજે 82 વર્ષના છે અને વીહિપની જવાબદારીઓમાંથી મુક્ત થવા ઇચ્છે છે. આથી તેમની ઇચ્છા અને અમારા નિયમોને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details