ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દશેરાના દિવસે અહીં રાવણદહન નહીં પૂજા થાય, મંદિરમાં મનાય છે માનતા

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, દશેરાના દિવસે રાવણદહન (Bihar Dussera 2022 ) કરવામાં આવે છે. પણ બિહારમાં એક જગ્યાએ આનાથી વિપરીત પરંપરા જોવા મળી છે. એટલું જ નહીં લોકો અહીં રાવણને ભગવાનની જેમ પૂજે છે. આસ્થાની ઊંચાઈ તો એવી છે કે, લોકો આ રાવણની માનતા રાખે છે. રાવણનું મંદિર સ્થાપિત છે. જોઈએ એક ખાસ રીપોર્ટ

આ શહેરમાં રાવણનું દહન નહી પણ કરાઈ છે પુજા, જાણો કેમ કરાઈ છે પુજા
આ શહેરમાં રાવણનું દહન નહી પણ કરાઈ છે પુજા, જાણો કેમ કરાઈ છે પુજા

By

Published : Oct 5, 2022, 6:33 PM IST

Updated : Oct 5, 2022, 6:41 PM IST

કિશનગંજકાશીબારી ગામમાં આવેલું છે રાવણનું મંદિર બિહારની (Bihar Dussera 2022) સરહદે આવેલા કિશનગંજ જિલ્લાનો ઈતિહાસ ઘણો પ્રાચીનછે. મહાભારત કાળના ઈતિહાસ સાથે માત્ર જિલ્લાની ઓળખ જ નથી, લંકાધિપતિ રાવણની (Ravan Temple in Bihar) પણ આ 70 ટકા લઘુમતી પ્રભુત્વવાળા જિલ્લામાં પૂજા કરવામાં આવે છે. આ મંદિર કિશનગંજ જિલ્લાના કોચાધામન બ્લોકમાં સ્થિત રહેમત પાડાના કાશીબારી(Kashibari village) ગામમાં આવેલું છે.

મંદિરમાં રખાઈ માનતાઃ કિશનગંજમાં ગ્રામજનો (Ravan Temple In Kishangan) રાવણની મૂર્તિની વિશેષ પૂજા કરે છે. દૂર દૂરના ગામડાઓમાંથી પણ લોકો અહીં આવે છે અને રાવણપાસે માનતા માને છે. આ ગામમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. રાવણ એક મહાન વિદ્વાન હતો એ હકીકત કોઈનાથી છુપાયેલી નથી. રાવણ તેની શિવ ભક્તિ માટે પણ જાણીતો છે. રામના દેશમાં રાવણની પૂજા થાય છે છતાં તે પણ બિહારના કિશનગંજમાં (Ravana worshiped in Kishanganj) ચોંકાવનારી વાત છે. પરંતુ એ હકીકત છે કે બિહારના કિશનગંજ જિલ્લામાં લોકો માત્ર રાવણની પૂજા જ નથી કરતા, પરંતુ ગામલોકોએ રાવણનું મંદિર પણ બનાવ્યું છે.

આખુ વર્ષ આસ્થાનુંઃઅમારી જગ્યાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી. જ્યારે માનતા પૂર્ણ થાય છે ત્યારે લોકો અહીં આવે છે. તેઓ મંદિરમાં પ્રાર્થના કરે છે. અહીં ચોમાચામાં પણ રાવણની વિશેષ પૂજા(Worship of Ravan) કરવામાં આવે છે. ત્યાના સ્થાનિકે આ વાત જણાવી હતી.

ઈચ્છાપૂર્તિ કરતા રાવણઃઅમે આ મંદિરમાં 5 વર્ષથી રાવણની પૂજા કરીએ છીએ. આ ગામમાં રાવણની પૂજા કરવામાં આવે છે, તેથી તેના પૂતળાનું દહન (Ravana worshiped in Bihar) કરવામાં આવતું નથી. શંભુ કુમાર નામના ત્યાના રહેવાસીએ જણાવ્યું હતું.

શિવભક્તના હાથમાં શિવલીંગકોચાધામ બ્લોક સ્થિત રહેમત પાડાના કાશી બારી ગામમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે અને રાવણની પથ્થરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે અન્ય દેવી-દેવતાઓની ગ્રામજનો દ્વારા સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે, તો લંકેશ્વરની પણ પૂજા કરવામાં આવે છે અને સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. સ્થાપિત મૂર્તિમાં રાવણના દસ માથા બતાવવામાં આવ્યા છે અને હાથમાં શિવલિંગ પણ છે.

સચ્ચાઈ કરતા શ્રદ્ધા મોટીઃતેનું કુળ ભલે રાક્ષસ હોય પરંતુ તે મહાન વિદ્વાન અને શિવભક્ત હતો. ગ્રામજનોએ અહીં મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવાનો હેતુ જણાવ્યો ન હતો. પરંતુ એવી માન્યતા છે કે તંત્ર મંત્રની સિદ્ધિ માટે રાવણને પ્રસન્ન કરવા માટે અહીં પૂજા કરવામાં આવે છે. લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. લોકો આ મંદિરમાં મોટી સંખ્યામાં આવે છે અને લંકાધિપતિની પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરે છે અને તેમને જોઈતું વરદાન માંગે છે.

Last Updated : Oct 5, 2022, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details