ધાર, મધ્યપ્રદેશ :MPમાંથી મળી આવેલું એક અનોખું ડાયનાસોરનું ઈંડું (Rare Dinosaur Egg) આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગજબ વાત એ છે કે, આ ઈંડાની અંદર પણ બીજું ઈંડું છે. આ ઈંડાનો સેટ દિલ્હી યુનિવર્સિટીના સંશોધકોની ટીમે શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો :ડાયનોસરની એક પ્રજાતિમાં જન્મથી જ ઉડવાની ક્ષમતા હતી, આવો કોઈ અન્ય જીવ નથી
ટાઈટેનોસોરના ઈંડા હોવાનો દાવો :મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ડાયનાસોર ફોસિલ નેશનલ પાર્કમાં (Dinosaur Fossil National Park) કરાયેલી શોધમાં આ ઈંડા ટાઈટેનોસોરના મળી આવ્યા છે, જે સોરોપોડ ડાયનાસોરની એક પ્રજાતિ છે. આ શોધ દિલ્હી યુનિવર્સિટીના જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સની નવી આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવી છે, જેનું શીર્ષક છે "First ovum-in-ovo pathological titanosorid egg throw light on reproductive biology of sauropod dinosaurs". આ પહેલીવાર છે જ્યારે વૈજ્ઞાનિકોએ ડાયનાસોરના ઈંડાની અંદર ઈંડાની દુર્લભ ઘટના શોધી કાઢી છે. સામાન્ય રીતે તે પક્ષીઓમાં જ જોવા મળે છે, પરંતુ સરિસૃપના કિસ્સામાં તે ડાયનાસોરનો પ્રથમ કેસ છે, તેથી તે દુર્લભ છે.
આ પણ વાંચો :જાણો દેશના પ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કની અનોખી વિશેષતાઓ
ઈંડું સામાન્ય કરતાં 10 ગણું મોટું :સંશોધકોની ટીમને 10 ઈંડાનો સમાવેશ કરતું સોરોપોડ ડાયનાસોર માળો (Soropod dinosaur nest) પણ મળ્યો છે, જેમાં અસામાન્ય ઈંડાનો સમાવેશ થાય છે, જેમાં બે ગોળાકાર ઈંડાના સ્તરો હતા. જે વિશાળ અંતરથી અલગ પડે છે, તે ડિંબ-ઈન-ઓવો ધરાવતા પક્ષીઓની ઓળખ છે એટલે કે એક ઈંડું બીજાની અંદર હોય (egg inside the egg) છે. સમાન માળખામાં પેથોલોજીકલ ઇંડા તેમજ નજીકના ઇંડાની માઇક્રોસ્કોપિક રચનાએ તેને ટાઇટેનોસોરિડ સોરોપોડ ડાયનાસોર સાથે ઓળખી કાઢ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, અગાઉના સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ડાયનાસોરનું પ્રજનન કાર્ય કાચબા અને અન્ય સરિસૃપો જેવું જ છે.