- બારાંના ક્રેટરનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ
- ભારતના સંવૈધાનિક માન્યતા પ્રાપ્ત કરનારું ત્રીજું ક્રેટર
- 3.2 કિલોમીટર વ્યાસ અને 200 મિટર ઉંચાઈની છે સંરચના
બારાંઃ સમગ્ર દુનિયાના ક્રેટરોને માન્યતા આપનારી આંતરરાષ્ટ્રી સંસ્થા અર્થ ઈમ્પેક્ટ ડેટા બેસ સોસાયટી ઓફ કેનેડાએ રામગઢની રિંગ આકાર વાળી પહાળી સંરચનાની પોતાની શોધને અંદાજે 150 વર્ષ બાદ વિશ્વના 200માં ક્રેટર તરીકે માન્યતા આપી છે. જેનાથી બારાં જિલ્લો વિશ્વ ફલક પર ઉભરી આવ્યો છે.
રાજસ્થાનના પ્રથમ માન્યતા પ્રાપ્ત કરવાનારા ક્રેટર તરીકે જાહેર
આ સાથે જ GSIએ આને ઈકો ટૂરિઝમની વેબસાઈટમાં પણ સ્થાન આપ્યું છે. આ સોસાયટીના સાયન્સ જર્નલમાં આ ક્રેટરને ઓગસ્ટ 2020માં વિશ્વના સંવૈધાનિક માન્યતા પ્રાપ્ત કરનારા ક્રેટરના રૂપે સ્વિકારી લીધું હતું. આને ભારતના સંવૈધાનિક માન્યતા પ્રાપ્ત કરનારા ત્રીજા ક્રેટર અને રાજસ્થાનના પ્રથમ માન્યતા પ્રાપ્ત કરવાનારા ક્રેટર તરીકે જાહેર કર્યું છે. 3.2 કિલોમીટર વ્યાસ અને 200 મિટર ઉંચાઈની આ સંરચના રામગઢમાં આવી છે.
1869માં પ્રથમ વખત સામે આવ્યું
નાસા અને ઇસરોના ભૌગોલિક અધ્યયન મુજબ આ ખગોળીય ઘટનાની ઉંમર અંદાજે 600 કરોડ વર્ષ જુની છે. આ ક્રેટરની શોધ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સમયે એક અંગ્રેજ વૈજ્ઞાનિક ડૉ. મલેટે 1869માં કરી હતી. આની શોધ કર્યા બાદ વૈજ્ઞાનિકો અવારનવાર રામગઢ આવ્યા અને સંશોધન કર્યું. ત્યારબાદ આ વૈજ્ઞાનિકોએ પોતાનું સંશોધન ઈન્ટરનેશનલ સોસાયટીને સોંપ્યું હતું, પરંતુ જરૂરી પૂરાવા નહીં મળવાના કારણે આને સંવૈધાનિક માન્યતા આપવામાં આવી નહોતી.
વર્ષ 2018માં થયું સંશોધન
આ અંગે ઈન્ટેક ચેપ્ટરના સંયોજક જિતેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે, સપ્ટેમ્બર 2013માં તેમણે આ અંગે સર્વે કરી GSIના વેસ્ટ ઝોનના ડાયરેક્ટર એસ.તિરૂવેણ્દગમને રિપોર્ટ સોંપ્યો હતો. વર્ષ 2018માં ઈન્ટેક કેન્દ્રીય કાર્યાલયના સિનિયર ભૂસ્તરશાસ્ત્રી અને GSIના અધિકારીઓએ બારાં ચેપ્ટરના આહ્વાન પર રામગઢ ક્રેટર પર 2 દિવસ સંશોધન કર્યું હતું. જેમાં કોબાલ્ટ, નિકલ, નિકલ કોબાલ્ટ અનો લોખંડ જેવી ધાતુઓ જરૂરી પૂરાવા દર્શાવે છે. સંશોધન ટીમને 5 સભ્યવાળી ટીમે પોતાના જરૂરી સંશોધન બાદ પોતાનો રિપોર્ટ બાંરા ચેપ્ટરને સોંપ્યો હતો. જેને ચેપ્ટરે GSI વેસ્ટર્ન ઝોન ઈન્ટેકને મોકલ્યો હતો.
સંવૈધાનિક માન્યતા માટે જરૂરી પૂરાવા રજૂ કર્યા
આ રિપોર્ટના આધારે ભૂસ્તરશાસ્ત્રી સર્વે ઓફ ઈન્ડિયાના કેન્દ્રીય કાર્યાલયે આને ભારત સરકારના સંબંધિત મંત્રાલય પાસેથી માન્યતા અપાવવાના પ્રયાસ પણ કર્યા હતા. આ રિપોર્ટના આધારે એક બ્રિટિશ વૈજ્ઞાનિક કેક મોન્ટી તથા અન્ય એક વૈજ્ઞાનિક વુલ્ફ જીએ પોતાનો સંશોધનપત્ર ઈન્ટરનેશનલ સોસાયટીમાં રજુ કર્યો હતો. જેમાં ઈન્ટેક બારાં ચેપ્ટરના સર્વે રિપોર્ટને આધારે બનાવ્યો અને સંવૈધાનિક માન્યતા માટે જરૂરી પૂરાવા રજૂ કર્યા હતા.
શું હોઈ છે ક્રેટર?
ધરતી પર ગોળ અથવા ગોળ આકારના ખાડાને ક્રેટર કહેવામાં આવે છે. ક્રેટરનો મતલબ એવા ખાડા જે કોઈ વિસ્ફોટર રીતે બન્યા હોય. પછી ચે જ્વાલામુખી દ્વારા પણ બન્યા હોય અને અંતરિક્ષમાંથી પડેલી ઉલ્કાને કારણે પણ બન્યા હોય છે. ક્રેટર જમીનની અંદર પ્રાકૃતિક અથવા કૃત્રિમ રૂપે વિસ્ફોટના કારણે પણ બનતા હોય છે.