- રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિર માટે આઈઆઈટી પાસે સૂચન મગાવ્યા
- રામ મંદિરની નીચે સરયુ નદીનો પ્રવાહ વહેતો હોવાથી સૂચન મગાવ્યા
- રામ મંદિરની નિર્માણ સમિતિએ રામ મંદિર અંગે બેઠકમાં ચર્ચા કરી હતી
નવી દિલ્હીઃ રામ મંદિર ટ્રસ્ટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીને કહ્યું છે કે, રામ મંદિર માટે તમે એક નવું મોડલ દર્શાવો. જોકે રામ મંદિરની નીચે સરયુ નદીનો પ્રવાહ વહેતો હોવાથી રામ મંદિર ટ્રસ્ટે આઈઆઈટી પાસે આ અંગે સૂચનો માગ્યા છે.
આઈઆઈટીને મંદિરના મજબૂત પાયા માટે વધુ સારા મોડેલ સૂચવવા વિનંતી કરી
રામ મંદિરની નિર્માણ સમિતિએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવ નૃપેન્દ્ર મિશ્રાની અધ્યક્ષતામાં ચર્ચા વિચારણા કરી હતી. એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ સમગ્ર ચર્ચા દરમિયાન સમજાયું કે મંદિરના પાયા માટેનું હાલનું મોડેલ શક્ય નથી. કારણ કે સરયુ નદીનો પ્રવાહ મંદિરની નીચે વહી રહ્યો છે. 'શ્રી રામ જન્મભૂમિ તેર્થ ક્ષેત્ર' ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, આઈઆઈટીને મંદિરના મજબૂત પાયા માટે વધુ સારા મોડેલ સૂચવવા વિનંતી કરવામાં આવી છે. વર્ષ 2023માં રામ મંદિર પૂર્ણ થવાનું છે.
રામ મંદિરની બાંધકામ સમિતિ બે વિકલ્પ પર ચર્ચા કરી રહી છે
હાલમાં મંદિર ટ્રસ્ટની બાંધકામ સમિતિ બે વિકલ્પો પર વિચાર-વિમર્શ કરી રહી છે. પાયાને ટેકો આપવા વિબ્રો સ્ટોન કોલમનો ઉપયોગ કરવામાં આવશે, જેના પર પત્થરો મૂકી શકાય છે અને બીજો તેમાં ઈજનેરી મિશ્રણ ઉમેરીને જમીનની ગુણવત્તા અને પકડ સુધારી રહી છે, એમ તેઓએ ઉમેર્યું હતું.