- રામ મંદિર જમીન વિવાદમાં નવો વળાંક
- આપના નેતા સંજય સિંહ સામે લાવ્યા નવા કાગળ
- સંજય સિંહે કોર્ટ જવાની કરી તૈયારી
ન્યૂઝ ડેસ્ક: રામમંદિર જમીન ખરીદ મામલે (Ram Mandir Land Scam) અંગેનો આરોપ લગાવતા સંજય સિંહે બુધવારે નવો ખુલાસો કર્યો છે. તેમણે પેપર્સ બતાવતા જણાવ્યું હતું કે જે જમીન બે કરોડની બદલે 18.50 કરોડમાં વેચવામાં આવી હતી. તેનું એગ્રીમેન્ટ પહેલાં જ થઇ ચુક્યુ હતુ. તેને 18 માર્ચે કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ આ મામલાને કોર્ટમાં લઇ જશે.
સંજય સિંહે પુછ્યા સવાલ
આમ આદમી પાર્ટીના મુખ્યાલય (Aam Aadmi Party Headquarters)માં સંજય સિંહે જમીનના કાગળીયા સૌની સામે રાખ્યા હતાં. સંજય સિંહે જણાવ્યું હતું કે સંબંધિત જમીન અંગે પહેલાથી જ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતાં, જેને 18 માર્ચે રદ્દ કરી દેવામાં આવ્યા હતાં. પહેલાં કાગળિયા પર રવિમોહન તિવારીનું નામ ન હતું. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે ભાજપ અને મંદિર ટ્ર્સ્ટ્ર જણાવે કે રવિમોહન તિવારી અને મેયર રિશિકેષ ઉપાધ્યાય વચ્ચે શું સંબંધ છે.
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીનો આગ્રહ, સુપ્રીમ કોર્ટ રામ મંદિર સાથે જોડાયેલા કૌભાંડની તપાસ કરાવે