- 26મી નવેમ્બરે ભારતનાં લાખો ખેડૂતોના સંધર્ષને એક વર્ષ પૂર્ણ થશે
- 750 ખેડૂતોના મોતની જવાબદારી સરકારે લેવી જોઈએ: રાકેશ ટિકૈત
- 29 નવેમ્બરે 60 ટ્રેકટર સાથે સંસદ સુધી રેલીનુ આયોજન
- આંતરરીષ્ટ્રીય ખેડૂત સંગઠનો દ્વારા વિશ્વભરમાં 'સોલિડેરિટી પ્રોગ્રામ્સ'નું આયોજન
કૌશામ્બી:BKUના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે જાહેરાત (RAKESH TIKAIT ANNOUNCE) કરી હતી કે, તેઓ પાકને લધુત્તમ ટેકાના ભાવ (MSP) મળે તેની ગેરંટી સહિતના મુદ્દાઓને લઈને 29 નવેમ્બરે 60 ટ્રેકટર સાથે સંસદ સુધી કૂંચ કરશે. સરકાર દ્વારા જે રસ્તાઓ ખોલવામાં આવ્યા છે તે રસ્તાઓ પરથી ટ્રેક્ટરો પસાર થશે, અમારા પર રોડ બ્લોક કરવાનો આરોપ હતો. અમે કોઈ રસ્તો રોક્યો નથી, 'રસ્તો રોકો'એ અમારુ આંદોલન નથી, અમારૂ આંદોલન ખેડૂતોની જે સમસ્યા છે તેના વિશે છે, તેથી અમે સીધા સંસદમાં જઈશું.
આ વખતે એક હજાર લોકો સંસદમાં જશે
રાકેશ ટિકૈતનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેન્દ્રીય કેબિનેટ (Central cabinet) બુધવારે ત્રણ કૃષિ કાયદા રદ કરવાની (FARM LAWS REPEAL) મંજૂરી આપે તેવી સંભાવના હતી, પરંતુ એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડીયે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. ટિકૈતે વધુમાં કહ્યું હતું કે, ગઈ વખતે 200 લોકો આ યાત્રામાં જોડાયા હતા, પરંતુ આ વખતે એક હજાર લોકો સંસદમાં જશે. અમે MSP પરના સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. ગત વર્ષે 750 ખેડૂતોના મોત થયા હતા, જેની જવાબદારી સરકારે લેવી જોઈએ.
આ પણ વાંચો:કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદાઓને પરત ખેંચવાના બિલને અપાઈ મંજૂરી: સુત્ર
રાજ્યોની રાજધાનીઓમાં અન્ય વિરોધ પ્રદર્શનો માટે ટ્રેક્ટર રેલીઓનું આયોજન
29 નવેમ્બરે સંસદનુ શિયાળુ સત્ર શરૂ થશે, જે 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ખેડૂતોના સંગઠનોમાંના એક સંયુક્ત કિસાન મોકચાએ (SKM) સત્તાવાર નિવેદન જાહેર કર્યું કે, રાજ્યોની રાજધાનીઓમાં અન્ય વિરોધ પ્રદર્શનો માટે ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવશે. SKMએ કહ્યું કે, ભારતમાં લાખો ખેડૂતોના સંધર્ષને 26મી નવેમ્બરે એક વર્ષ પૂર્ણ થવાનું છે, ત્યારે તે દિવસને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તે દિવસે હજારો ખેડૂતો દિલ્હીની આસપાસના મોરચાના સ્થળો પર આવે તેવી સંભાવના છે.