નવી દિલ્હીઃ ગત 21 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સૈન્યના વાહનો પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલાની ઘટનાને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે બુધવારે રાજૌરી-પૂંચની મુલાકાતે જઈ રહ્યાં છે. પોતાની આ મુલાકાત દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની પણ સમીક્ષા કરશે.
Rajnath Singh to visit jammu Kashmir: સંરક્ષણ પ્રધાન રાજનાથ આજે રાજૌરી-પૂંચની મુલાકાતે, સુરક્ષા સ્થિતિની કરશે સમીક્ષા - undefined
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. સંરક્ષણ પ્રધાન રાજૌરી-પૂંચની મુલાકાત લઈ રહ્યાં છે. 21 ડિસેમ્બરે પૂંચમાં સૈન્યના વાહન પર થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં 4 જવાનોના શહીદ થયાં હતાં. આ ઘટનાના 5 દિવસ બાદ સંરક્ષણ પ્રધાન આ વિસ્તારનું નિરક્ષણ કરવાની સાથે સૈન્ય સુરક્ષા સમીક્ષા કરવાના ભાગરૂપે આવી રહ્યાં છે.
Published : Dec 27, 2023, 11:13 AM IST
સુરક્ષા અધિકારીઓ સાથે બેઠકઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાજૌરી-પૂંચ વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાન વચ્ચે પરિસ્થિતિનો સામનો કરવા માટે લેવામાં આવતા પગલાઓ અંગે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. આ ઉપરાંત રાજનાથ સિંહ પોતાની આ મુલાકાત દરમિયાન સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરે તેવી પણ શક્યતા છે
21 ડિસેમ્બરે થયો હતો આતંકવાદી હુમલોઃ 21 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સૈન્યના વાહનો પર થયેલા આતંકવાદી હુમલાની ઘટનાના 3 દિવસ બાદ એટલે 25 ડિસેમ્બેર,સોમવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રાજૌરી-પૂંચની મુલાકાત લીધી હતી અને સેનાના ટોચના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અને સુરક્ષા ગ્રીડને મજબૂત કરવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી. જ્યારે બીજી તરફ સુરક્ષા દળોએ હુમલા પાછળ જવાબદાર આતંકવાદીઓની શોધ યથાવત રાખી છે. મહત્વપૂર્ણ છે કે, સૈન્યના વાહનો પર આતંકવાદી હુમલાની આ ઘટના 21 ડિસેમ્બરે રાજૌરીના ઢેરા કી ગલી વિસ્તારમાં બની હતી, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા.