ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Rajasthan News: રાજસ્થાનના દૌસામાં પોલીસ કોન્સ્ટેબલે સ્થાનિક મહિલા પર કર્યો બળાત્કાર, સ્થાનિકોએ કોન્સ્ટેબલને બરાબરનો ઠમઠોર્યો

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક મહિલા પર એક કોન્સ્ટેબલ દ્વારા કથિત રીતે બળાત્કાર કરાયો. ત્યારબાદ સ્થાનિકોએ આ પોલીસ કોન્સ્ટેબલને ખાટલા સાથે બાંધીને માર્યો હોવાની ઘટના સામે આવી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ...

પોલીસ કોન્સ્ટેબલે કર્યો બળાત્કાર
પોલીસ કોન્સ્ટેબલે કર્યો બળાત્કાર

By

Published : Aug 18, 2023, 4:44 PM IST

જયપુરઃ દૌસામાં પોલીસ કોન્સ્ટેબલને સ્થાનિકો દ્વારા માર માર્યાના સમાચાર છે. ઘટના એવી છે કે સ્થાનિક મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પર બળાત્કારનો આરોપ લગાડ્યો. જેના પરિણામે સ્થાનિકોએ આ કોન્સ્ટેબલને પકડ્યો, ખાટલા સાથે બાંધ્યો અને ઢોરમાર માર્યો હતો. આ પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર ગુર્જરની પોલીસે તબીબી ચકાસણી કરાવી અને સ્થાનિક પોલીસ દ્વારા તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

સ્થાનિકોમાં આક્રોશઃપોલીસ કોન્સ્ટેબલે ઘરે એકલી રહેલી 30 વર્ષિય પરણિત મહિલા પર કથિત રીતે બળાત્કાર કર્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ચીસાચીસ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ ભાગવા જતા ઝડપાઈ ગયો હતો. સ્થાનિકોનો આક્રોશ એટલો બધો હતો કે તેમણે પોલીસ કોન્સ્ટેબલને ખાટલા સાથે બાંધી દીધો. ત્યારબાદ ઢોરમાર માર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ બાસવા પોલીસ સ્ટેશન થઈ ત્યારે પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો. પોલીસે મહેશકુમાર ગુર્જરને છોડાવ્યો, તબીબી તપાસ કરાવી અને પછી મુકત કર્યો હતો.

"કોન્સ્ટેબલ મહેશ કુમાર ગુર્જરે મંગળવારે રાત્રે જ્યારે 30 વર્ષીય મહિલા એકલી હતી ત્યારે તેના ઘરે ગયો હતો અને તેના પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. મહીલાએ બૂમાબૂમ કરતા સ્થાનિકોએ તેણે પકડીને ઢોરમાર માર્યો હતો...ઈશ્વર સિંહે(સર્કલ ઓફિસર, બાંડીકુઈ)

ગુરૂવારે નોંધાઈ ફરિયાદઃ ગુરૂવારે સમગ્ર ઘટના ચકચારી બની કારણ કે જેના પર બળાત્કાર થયો હતો તે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બાસવા પોલીસ સ્ટેશને સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને સસ્પેન્ડ કરી દીધો હતો.અન્ય પોલીસ સ્ટેશનમાં કાર્યરત એવા મહેશકુમાર ગુર્જરને પણ સસ્પેન્ડ કરી દેવાયો છે.

  1. RJ Crime News : જોધપુરમાં બે સગા ભાઈઓએ એક વર્ષ સુધી સગીરાને પીંખી
  2. Rajasthan Police : MLAની સુરક્ષામાં તૈનાત ગનમેન 4 વર્ષથી ગાયબ, મજા માણતા માણતા પગાર લેતો રહ્યો કોન્સ્ટેબલ

ABOUT THE AUTHOR

...view details