રાજસ્થાન : રાજસ્થાનના કોટા જિલ્લાના દિગોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેડૂતની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતક ખેડૂતના પરિવારજનોએ આપેલી માહિતી મુજબ ખેડૂત વરસાદના અભાવે ખેડૂત રામગોપાલ લશ્કરી ખૂબ જ પરેશાન હતો કારણ કે તેનો પાક ખેતરમાં સૂકાઈ રહ્યો હતો. પાક નિષ્ફળ જવાની ભીતિથી તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.
પાક નિષ્ફળ જતો જોઇ પરેશાન : જિલ્લાના દિગોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. મૃતક ખેડૂતના પરિવારજનોએ જણાવ્યું કે વરસાદના અભાવે સોયાબીનના પાકને થયેલા નુકસાનને જોઈને ખેડૂત ખૂબ જ પરેશાન હતો. આવી સ્થિતિમાં તેણે આત્મહત્યા કરી લીધી. હાલ પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે. આ સાથે ખેડૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.
અમારી પાસે પાંચ વીઘા જમીન છે. છેલ્લા બે વર્ષથી પાક સારો રહ્યો ન હતો. આ વખતે પાક સારો હતો, પરંતુ છેલ્લા 25 દિવસથી વરસાદ થયો નથી. જેના કારણે પાક સુકાઈ રહ્યો હતો. બીજીતરફ પિતાએ ખેતી માટે લાખો રૂપિયાની લોન લીધી હતી. આ કારણે પિતા ખૂબ જ ચિંતિત હતા અને આખરે તેંણે આ પગલું ભર્યું...શુભમ (મૃતકના પુત્ર)
ઘરમાં કોઇ હાજર ન હતું :પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિગોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કાકરાવાડાના રહેવાસી રામગોપાલ લશ્કરીએ ગુરુવારે આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે પરિવારમાંથી કોઈ પણ સ્થળ પર હાજર નહોતું. મૃતક ખેડૂત રામગોપાલ લશ્કરીનો પુત્ર શુભમ રક્ષાબંધન પર તેના સાસરે ગયો હતો. શુભમે જણાવ્યું કે તેની પત્નીને ફોન આવ્યો કે પિતાએ આત્મહત્યા કરી લીધી છે. આ પછી પરિવારના અન્ય સભ્યોને પણ ફોન કરીને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સોંપાયો : આત્મહત્યા કરનાર ખેડૂત રામગોપાલ લશ્કરીના મૃતદેહને શબઘરમાં પોસ્ટમોર્ટમ કરાવાયા બાદ શુક્રવારે મૃતદેહ તેના સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. હેડ કોન્સ્ટેબલ કમલસિંહે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પાક નિષ્ફળ જવાની ચિંતાને કારણે ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
પાક પાછળ ઘણો ખર્ચો થયો હતો :મૃતક ખેડૂતના પુત્રે વધુમાં જણાવ્યું હતું કે પાકમાં જીવાતોનો પણ ઉપદ્રવ થયો હતો. જેમાં રૂ.10 થી 12 હજારની કિંમતની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે બીજથી માંડીને નીંદણ સુધીની દરેક બાબતોમાં ઘણા પૈસા ખર્ચાઇ ગયાં હતાં. તેમના પિતાને આ પાકથી ઘણી આશાઓ હતી, પરંતુ આ દિવસોમાં વરસાદના અભાવે તેઓ ખૂબ જ ચિંતિત હતા અને તેથી તેમણે આ પગલું ભર્યું.
- જૂનાગઢના ઘેડ ગામના ખેડૂતને દેણા સામે જીંદગી સસ્તી લાગી, કરી આત્મહત્યા
- ડુંગળીનો ઓછો ભાવ મળતા ભાવનગરના ખેડૂતે જીવન ટૂંકાવ્યું
- સિસૌલી ગામમાં પાક નિષ્ફળ જવાના ડરે ખેડૂતનો આપધાત