ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના મુખ્યપ્રધાન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ - કોવિડ પ્રોટોકોલ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. મુખ્યપ્રધાને પોતાના પરિવાર સાથે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તે દરમિયાન તેઓ અને તેમના પત્ની સુનિતા ગેહલોત કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. અશોક ગેહલોતે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલ પ્રમાણે આઈસોલેટ થઈને સારવાર શરૂ કરી દીધી છે.

By

Published : Apr 29, 2021, 12:28 PM IST

  • મુખ્યપ્રધાનના સારા આરોગ્ય માટે તમામ લોકોએ પ્રાર્થના કરી
  • અશોક ગેહલોતના પત્ની કોરોના પોઝિટિવ આવતા તમામ લોકોનો ટેસ્ટ કરાવ્યો
  • અશોક ગેહલોતને 2 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી

જયપુર (રાજસ્થાન): રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને તેમના પત્ની સુનિતા ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. મુખ્યપ્રધાને ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી.

આ પણ વાંચોઃરાજકોટના મેયર પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ

શરૂઆતના લક્ષણ જણાતા મુખ્યપ્રધાને રિપોર્ટ કરાવ્યો હતો

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોરોનાનો ટેસ્ટ કરાવતા અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, મને કોઈ પણ પ્રકારના લક્ષણ નથી. હું સ્વસ્થ છું, પરંતુ કોરોના પ્રોટોકોલનું પાલન કરી અમે આઈસોલેશનમાં રહીને કામ ચાલુ રાખીશું. મુખ્યપ્રધાનને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જોકે, કોરોનાના શરૂઆતના લક્ષણ જોવા મળતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હવે હોમ આઈસોલેટ દરમિયાન જ તેઓ તમામ બેઠકમાં ભાગ લેશે.

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વિટ કરી માહિતી આપી

આ પણ વાંચોઃLIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા

મુખ્યપ્રધાનના પત્ની સૌપ્રથમ કોરોના પોઝિટિવ થયા હતા

મુખ્યપ્રધાનના પત્ની કોરોના પોઝિટિવ થતા તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તે દરમિયાન મુખ્યપ્રધાન કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું હતું. રાજનીતિ અને સમાજના અગ્રણીઓએ અશોક ગેહલોતના આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details