જયપુરઃ રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં શુક્રવારે રાત્રે ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ(Rajasthan Aircraft Crash) થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મૃત્યું થયું છે. ભારતીય વાયુસેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે પશ્ચિમી સેક્ટરમાં ક્રેશ(MiG 21 Aircraft Crash) થયું હતું.
વિમાન તાલીમી ઉડાન પર હતું
વાયુસેનાએ કહ્યું કે આ અકસ્માતમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મૃત્યુ(Aircraft Crash in Rajasthan Pilot Martyred) થયું છે અને એરફોર્સ તેમના પરિવાર સાથે ઉભો છે. IAFના જણાવ્યા અનુસાર, વિમાન તાલીમી ઉડાન પર હતું અને દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.