મહારાષ્ટ્રગોંદિયામાં ટ્રેન અકસ્માતની ઘટના (Rail accident in Maharashtra) સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અથડામણની આ ઘટનામાં 53 થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું હતું કે, ઈજાગ્રસ્ત પ્રવાસીઓની હાલત ગંભીર નથી. આ ઘટના બુધવારે સવારે ચાર વાગ્યે બની હતી. રાયપુરથી પેસેન્જર ટ્રેન નાગપુર જઈ રહી હતી. આ દરમિયાન આ પેસેન્જર ટ્રેન ગોંદિયામાં માલગાડી સાથે અથડાઈ હતી.
મહારાષ્ટ્રના ગોંદિયામાં રેલ અકસ્માત, 53થી વધુ પ્રવાસીઓ થયા ઈજાગ્રસ્ત - મહારાષ્ટ્રના ગોંદિયામાં રેલ અકસ્માત
મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતની Rail accident in Maharashtra ઘટના સામે આવી છે. અહીં એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.
Etv Bharatમહારાષ્ટ્રના ગોંદિયામાં રેલ અકસ્માત, 53થી વધુ પ્રવાસીઓ થયા ઈજાગ્રસ્ત
અકસ્માતમાં મૃત્યુના કોઈ અહેવાલ નથી ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત થયો હતો. કોઈ મૃત્યુના અહેવાલ નથી. ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.
અપડેટ ચાલું
Last Updated : Aug 17, 2022, 8:53 AM IST