મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના હરિહરેશ્વર કિનારેથી આજે બે જેટલી શંકાસ્પદ બોટ મળી આવતા હંગામો મચી ગયો છે (Suspicious boat found off Harihareshwar coast). જે બોટની અંદર માટા પ્રમાણમાં હથીયારો હતા (Ak47 recovered from suspicious boat). જિલ્લા પ્રશાસને આ ધટનાથી તમામ આજૂબાજૂના વિસ્તારોને એલર્ટ કર્યા છે. તે બોટમાં એકે 47, કારતુસ અને વિસ્ફોટ રાખવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના હરિહરેશ્વર કિનારેથી શંકાસ્પદ બોટ બરામદ, મોટી માત્રમાં હથિયારો મળી આવ્યા - Ak47 recovered from suspicious boat
મહારાષ્ટ્રના હરિહરેશ્વર કિનારેથી શંકાસ્પદ બોટ મળી આવી છે. તેમાંથી મોટી માત્રમાં હથિયારો મળી આવ્યા છે. જેમાં AK47, કારતૂસ જેવા વિસ્ફોટકો મળી આવ્યા છે. વહીવટીતંત્રે સમગ્ર જિલ્લાને એલર્ટ કરી દીધું છે. જ્યાથી બોટ બરામત કરાઇ ત્યાંથી મુંબઈ 200 કિમી અને પુણે લગભગ 170 કિમી દૂર છે. Suspicious boat found off Harihareshwar coast, Weapons recovered from suspicious boat, Ak47 recovered from suspicious boat
મોટી માત્રમાં હથીયારો મળી આવતા મુંબઈને અડીને આવેલા રાયગઢમાં બે શંકાસ્પદ બોટ મળી આવી છે. એક માછીમારે મુંબઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ બોટમાંથી હથિયારો મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર બોટમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી. તેમાં માત્ર હથિયારો જ હતા. ATS આ સમગ્ર મામલાની તપાસ કરી શકે છે. બોટ ક્યાંથી આવી અને તેમાં કોણ જોડાઈ શકે છે, એટીએસની ટીમ તમામ કડીઓની તપાસ કરી રહી છે.