ભોપાલઃબેંગ્લુરૂમાં યોજાયેલી વિપક્ષની બેઠક પૂરી કરીને સોનિયા ગાંધી અને રાહુલ જ્યારે દિલ્હી પરત આવી રહ્યા હતા. એ સમયે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. જેના કારણે મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા રાજાભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરવાની ફરજ પડી હતી. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસના મોટા નેતાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું છે એ જાણકારી પ્રાપ્ત થતા ટીમ એલર્ટ થઈ ગઈ હતી. જ્યારે ભોપાલમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ યુદ્ધના ધોરણે એરપોર્ટ પહોંચી ગયા હતા.
ઈન્ડિગોમાં દિલ્હીઃસોનિયા અને રાહુલ પછી 9.30 વાગ્યે રાતની ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી પહોંચી ગયા હતા. વિરોધ પક્ષોની 'ભારત' દાવ ભાજપને પડકારવા તૈયાર છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ઇન્ડિયા) નામના વિપક્ષી પાર્ટીઓના નવા ગઠબંધન વિશે કહ્યું કે, હવે લડાઈ 'ભારત અને નરેન્દ્ર મોદી' વચ્ચે છે અને કોણ જીતશે તે કહેવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે પણ કોઈ ભારત સામે ઊભું હોય ત્યારે કોણ જીતે છે તે કહેવાની જરૂર નથી.