- મહાત્મા ગાંધીજીના નિવેદનને ટાંકીને સરકાર પર પ્રહારો કર્યા
- રાહુલે વિદેશમાં ઉત્પાદિત રસીના ઉપયોગની મંજૂરી માટે વિનંતી કરી
- રાહુલે બાબાસાહેબને યાદ કરતા કહ્યું, તેમણે આવા મુશ્કેલ પ્રશ્નો હલ કર્યા
નવી દિલ્હી: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદેશમાં ઉત્પાદિત એન્ટી કોવિડ રસીના ઉપયોગને મંજૂરી આપવાની તૈયારી અંગે મહાત્મા ગાંધીજીના નિવેદનને ટાંકીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
આ પણ વાંચો:વડાપ્રધાનની નીતિઓના કારણે દેશ આર્થિક તંગીમાં સપડાયોઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીનો સરકાર પર કટાક્ષ
તેમણે મહાત્મા ગાંધીના એક નિવેદનને ટાંકીને ટ્વિટ કહ્યું હતું કે, 'પહેલા તેઓ તમારી અવગણના કરશે, પછી તમારા પર હાસ્ય કરશે, પછી તેઓ તમારી સામે લડશે, પછી તમે જીતી શકશો'. હકીકતમાં, રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા વિદેશમાં ઉત્પાદિત રસીના ઉપયોગની મંજૂરી આપવા વિનંતી કરી હતી. આ પછી, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે તેમના પર વિદેશી કંપનીઓ માટે લોબીંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
રસીઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં વેગ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે માહિતી આપી હતી કે, દેશમાં રસીની ઉપલબ્ધતા વધારવા અને રસીકરણ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે અન્ય દેશોમાં તાત્કાલિક ઉપયોગ માટે અધિકૃત, વિદેશી નિર્મિત કોરોના રસીઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં વેગ આપ્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે, વિદેશી બનાવટની રસીના પ્રથમ 100 લાભાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર 7 દિવસ નજર રાખવામાં આવશે. જે પછી, આ રસીનો ઉપયોગ દેશમાં રસીકરણ કાર્યક્રમમાં કરવામાં આવશે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, રામનાથ કોવિંદે ટ્વિટ કરી બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાહુલ ગાંધીએ બાબા સાહેબને યોદ કર્યાં
બીજી તરફ, રાહુલ ગાંધીએ અન્ય એક ટ્વિટમાં બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર તેમને યાદ કરીને કહ્યું કે, ભારત હવે સાબિત કરી રહ્યું છે કે સમયની સાથે પાછળ રહેવું શક્ય છે. તેમણે કહ્યું, 'આજે આપણે બાબાસાહેબને યાદ કરીએ છીએ જેમણે આવા મુશ્કેલ પ્રશ્નો હલ કર્યા જેનાથી આપણા દેશને પ્રગતિના માર્ગ પર ચાલવામાં મદદ મળી.'