ન્યુઝ ડેસ્ક : આગામી 2024ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારનો સામનો કરવા માટે કોંગ્રેસના માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસે બુધવારે ભારત જોડી યાત્રા શરૂ કરી છે. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કાર્યકરો લગભગ 150 દિવસમાં 3,570 કિલોમીટરનું અંતર કાપશે. દોડશે. જેઓએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું આ બિડુ ઉપાડ્યુ છે. જો કે પાર્ટી દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે, યાત્રા દરમિયાન કોઇ પણ કાર્યકરો હોટલમાં નહીં રોકાય અને આખી યાત્રા સાદી રીતે પૂરી કરશે.
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી 7 સ્ટાર હોટેલથી પણ આલિશાન કન્ટેનરમાં આરામ ફરમાવશે - undefined
કોંગ્રેસની ભારત જોડો યાત્રા તમિલનાડુની કન્યાકુમારી જવા માટે નિકળી ગઇ છે. જેમાં પાર્ટી દ્વારા ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે, કોઇ પણ નેતા હોટેલમાં નહિ રોકાય પરંતુ અત્યારે જે પણ નેતાઓ પદયાત્રામાં જોડાયા છે, તેમના માટે 7 સ્ટાર હોટેલથી પણ વધું સુવિધાઓ વાળા કન્ટેનરો ફાળવવામાં આવ્યા છે. જેમાં કઇ કઇ પ્રકારની સુવિધાઓ મળી રહી છે, તેના વિશે જાણીએ.
આલિશાન સુવિધાઓ હાલમાં એક વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે, જે કાર્યકરો પદયાત્રામાં જોડાયા છે તેમના માટે રહેવા, જમવા માટેની વ્યવસ્થા 60 જેટલા કન્ટેનરમાં કરવામાં આવી છે. જેમાં વીડિયોમાં કન્ટેનરના અંદરના દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, તેની અંદર 7 સ્ટાર હોટલ કરતા પણ વિશિષ્ટ સુવિધાઓ આપવામાં આવી છે. રાહુલ ગાંધી આગામી 150 દિવસ સુધી કન્ટેનરમાં રહેવાના છે. કન્ટેનરમાં સ્લીપિંગ બેડ, ટોઇલેટ અને એર કંડિશનર પણ લગાવવામાં આવ્યા છે. પ્રવાસ દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાન અને વાતાવરણમાં તફાવત જોવા મળશે. લોકેશન બદલવાની સાથે જ કાળઝાળ ગરમી અને ભેજને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે.
હરતી ફરતી હોટેલ આવા લગભગ 60 જેટલા કન્ટેનરો તૈયાર કરીને કન્યાકુમારી મોકલવામાં આવ્યા છે. જ્યાં એક ગામ બનાવવામાં આવ્યું છે જેમાં આ બધા કન્ટેનર રાખવામાં આવ્યા છે. આ કન્ટેનર દરરોજ એક નવી જગ્યાએ એક ગામની જેમ રાત્રે બાકીના સમય માટે પાર્ક કરવામાં આવશે. બઘા લોકો રાહુલ ગાંધીની સાથે રહીને જમશે અને નજીક રહેશે.