- રાહુલ ગાંધીએ પેગાસસ મામલે મોદી સરકાર પર કર્યા પ્રહાર
- રાહુલ ગાંધીએ પૂછ્યા 3 પ્રશ્ન
- મદ્દો ફરીથી સંસદમાં ઉઠાવશે
નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પેગાસસ (Pegasus) મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે પેગાસસનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. પેગાસસ એ દેશ પર, દેશની સંસ્થાઓ પર હુમલો છે. અમે 3 સવાલ પૂછ્યા કે, પેગાસસને કોણે ખરીદ્યું? કોઈ ખાનગી પાર્ટી તેને ખરીદી ના શકે, તેને માત્ર સરકાર જ ખરીદી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે આ મુદ્દો ફરીથી સંસદમાં ઉઠાવીશું.
પેગાસસનો ઉપયોગ કયા લોકો પર કવામાં આવ્યો?
રાહુલ ગાંધીએ કહ્યું કે, કયા લોકો પર આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? શં પેગાસસનો ડેટા કોઈ બીજા દેશ પાસે પણ હતો કે ફક્ત ભારત સરકાર પાસે હતો? અમને જવાબ નથી મળ્યો. વિપક્ષ એકસાથે ઉભું થયું. આ દેશની લોકશાહી પર આક્રમણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોર્ટમાં તપાસ થઈ રહી છે, પરંતુ અમે ઇચ્છીશું કે સંસદમાં આના પર ચર્ચા થાય. પેગાસસને વડાપ્રધાને ઑર્ડર કર્યું છે અથવા ગૃહપ્રધાને ઑર્ડર કર્યું છે. જો વડાપ્રધાને આપણા જ દેશ પર કોઈ બીજા દેશ સાથે મળીને આક્રમણ કર્યું છે તો અમે આ વડાપ્રધાન પાસેથી સાંભળવા માંગીએ છીએ.
3 સભ્યોની સમિતિ બનાવી