નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલે કહ્યું કે, સંસદની સુરક્ષામાં ક્ષતિ રહી છે અને તેની પાછળનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. જ્યારે રાહુલ ગાંધીને સુરક્ષામાં ક્ષતિની ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પત્રકારોને કહ્યું કે, સુરક્ષામાં ખામી હતી, પરંતુ આવું કેમ થયું ? સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, જેને લઈને સમગ્ર દેશમાં અશાંતિ છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારતના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. સુરક્ષામાં ચોક્કસ ખામી રહી છે, પરંતુ તેની પાછળનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે.
સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું
સંસદ પર 2001 ના આતંકવાદી હુમલાની વરસી પર 13 ડિસેમ્બર બુધવારના રોજ ફરી એક મોટો બનાવ બન્યો હતો. સુરક્ષામાં ખામીની ઘટના અંગે મંતવ્ય આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદની સુરક્ષામાં ક્ષતિ રહી છે અને તેની પાછળનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે. જુઓ સંપૂર્ણ નિવેદન Rahul Gandhi on Parliament security breach
Published : Dec 16, 2023, 5:19 PM IST
સંસદની સુરક્ષામાં ક્ષતિ મામલો : સંસદ પર 2001 ના આતંકવાદી હુમલાની વરસી પર 13 ડિસેમ્બર બુધવારના રોજ ફરી એક મોટો બનાવ બન્યો હતો. સંસદની સુરક્ષામાં ફરી એકવાર ક્ષતિનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો ગૃહમાં કૂદી પડ્યા અને કેનમાંથી પીળો ધુમાડો ફેલાવ્યો હતો. ઘટના બાદ તરત જ બંને શખ્સો ઝડપાઈ ગયા હતા.
ચાર શખ્સની ધરપકડ : આ ઘટનાના થોડા સમય પછી પીળો અને લાલ ધુમાડો ફેલાવતા કેન સાથે સંસદ ભવન બહાર વિરોધ કરવા બદલ એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. સંસદ ગૃહમાં કૂદી પડનાર બે વ્યક્તિની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી. તરીકે થઈ છે. સંસદ ભવન બહારથી ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી 42 વર્ષીય નીલમ અને મહારાષ્ટ્ર રાજ્યાના લાતુરના રહેવાસી 25 વર્ષીય અમોલ શિંદે તરીકે થઈ છે.