નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi Attack On Modi Govt) બુસ્ટર ડોઝ અંગે (Vaccine Booster Dose) સરકાર સામે પ્રશ્ન કરતા બુધવારે કહ્યું હતું કે, દેશની મોટા ભાગની વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી, આથી સરકારે જણાવવું જોઈએ કે બૂસ્ટર ડોઝ (Third Dose Of Vaccine) આપવાનું ક્યારે શરૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકાર પર કર્યા પ્રહાર
રસીકરણ ડેટાનો ચાર્ટ (Chart of Vaccination data) શેર કરતા તેમણે ટ્વિટ કર્યું કે, "મોટાભાગની વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી. સરકાર ક્યારે બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશે?" કોંગ્રેસ નેતા દ્વારા શેર કરાયેલા ચાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રસીકરણની વર્તમાન ગતિ સાથે 31 ડિસેમ્બર 2021 સુધીમાં દેશની માત્ર 42 ટકા વસ્તીને રસી આપવામાં આવશે અને આ વર્ષના અંત સુધીમાં 60 ટકા વસ્તીને રસી આપવાનો લક્ષ્યાંક છે. આ માટે આ વર્ષના અંતિમ સપ્તાહમાં દરરોજ 6.1 કરોડ ડોઝ આપવાના રહેશે. તે એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સરેરાશ 58 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની કરશે સમીક્ષા
રાહુલ ગાંધીના પ્રહારો સામે દેશમાં (Omicron variant in india) ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Meeting On Omicron) ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.