નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (Enforcement Directorate) કાર્યવાહીને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરતા નથી અને તેમને ધાકધમકી આપીને ચૂપ કરી શકાતા (Rahul Gandhi On PM Modi) નથી. તેમણે કહ્યું કે, તેઓ દેશ અને લોકતંત્રની રક્ષા અને સૌહાર્દ જાળવવા માટે લડતા રહેશે. રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, આ ડરાવવાનો પ્રયાસ છે. તેઓ વિચારે છે કે તેઓ થોડું દબાણ કરીને અમને ચૂપ કરી દેશે, પરંતુ અમે ચૂપ રહેવાના નથી. નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી આ દેશમાં લોકશાહીની વિરુદ્ધ જે કરી રહ્યા છે તેની સામે અમે ઊભા રહીશું, પછી ભલે તેઓ ગમે તે કરે. અમને કોઈ પરવા નથી.
આ પણ વાંચો:નેપાળ ચીન બોર્ડર પર 100 ફૂટનો ત્રિરંગો ફરકાવવામાં આવશે
કોંગ્રેસ નેતાએ કહ્યું અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી :ભાજપના આરોપના સંદર્ભમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જે ભાગવાની વાત કોણ કરી રહ્યા છે, ભાગવાની વાત તેઓ કરી રહ્યા છે. અમે ડરતા નથી. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી. જે કરવું હોય તે કરો. તેમણે કહ્યું કે, મારું કામ દેશની રક્ષા, લોકતંત્રની રક્ષા, દેશમાં સૌહાર્દ જાળવવાનું છે, હું તે કરતો રહીશ. નોંધનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં તેની કાર્યવાહીના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીમાં 'નેશનલ હેરાલ્ડ' ઓફિસમાં 'યંગ ઈન્ડિયન' કંપનીના પરિસરને 'અસ્થાયી રૂપે સીલ' કરી દીધું હતું.