ભોપાલઃ ભાજપ યુવા મોર્ચા રાષ્ટ્રીય અધ્યક્ષ ભોપાલની મુલાકાતે છે અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને મળેલી લોકસભા સભ્યપદની રાહત પર નિવેદન આપ્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આગામી ચૂંટણીમાં ભાજપના કેમ્પેઈન, ટિકિટ વિતરણ સંદર્ભે પણ વાત કરી છે. તેજસ્વી જણાવે છે કે ચૂંટણીમાં યુવાનોને ભાજપ તરફ આકર્ષવા અમે મહેનત કરીશું અને એક ચૂંટણી કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવશે.
લોકસભા સભ્યપદ પર નિવેદનઃ તેજસ્વીએ કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પર હજુ ફાઈનલ ડીસીઝન આવ્યું નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે. રાહુલે જે રીતે ઓબીસી સમુદાયનું અપમાન કર્યુ છે તેને સુપ્રીમ કોર્ટ ધ્યાને લેશે અને ફાઈનલ ડીસીઝન લેશે તેમાં તેમની સદસ્યતા ફરીથી રદ થઈ શકે છે.
યુવાનો સાથે છે ભાજપ યુવા મોર્ચોઃ ભરતી કૌભાંડો અને બેરોજગાર યુવાનો સાથે થઈ રહેલી દગાબાજી વિરૂદ્ધ ભાજપ યુવા મોર્ચો યુવાનો સાથે છે અને યુવાનો માટે અવાજ ઉઠાવતો રહેશે. જે રાજ્યોમાં ભાજપ સરકાર છે તે રાજ્યોમાં યુવાનો પડતી સમસ્યાઓમાં યુવા મોર્ચો તેમની સાથે છે અને સરકાર સુધી તેમની રજૂઆત પહોંચાડે છે.
ભાજપ માટે કાર્યકર્તા જ સુપરસ્ટારઃ પરિવારવાદ અને નેતાઓના પુત્રોને ટિકિટ મળવાના સવાલ પર તેજસ્વી જણાવે છે કે, જે યોગ્ય હશે તેને ટિકિટ અપાશે, ભાજપ યોગ્યતાને આધારે ટિકિટ વિતરણ કરવાામાં માને છે. મધ્યપ્રદેશમાં ટિકિટ વિતરણ માટે પાર્ટીનો ક્રાઈટેરિયા છે. તેથી જ યુવાનોને અન્ય નેતૃત્વના માધ્યમથી સેવા કરવાની તક મળશે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ હું પોતે છું.
હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને માત્ર 28 વર્ષની ઉંમરે સાંસદ બન્યો કારણ કે ભાજપ માટે તેના કાર્યકર્તા જ સુપરસ્ટાર છે...તેજસ્વી સૂર્યા (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ યુવા મોર્ચો)
મહિલા અત્યાચાર મુદ્દે સખત કાયદોઃ કૉંગ્રેસ એમએલએ કુણાલ ચૌધરીના પ્રશ્ને તેજસ્વી સૂર્યા જણાવે છે કે, મહિલા પર થતા અત્યાચારો અને ગુનાઓને ડામવા, આરોપીઓને ફાંસી આપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે, આ ગંભીર મુદ્દો છે જેના પર રાજકારણ રમાવું જોઈએ નહીં.
એમપીમાં ચાલશે ખાસ અભિયાનઃ તા.13થી 15 ઓગસ્ટ સુધી ભાજપ ઘર ઘર સંપર્ક અભિયાન ચલાવશે, તેમજ દરેક પંચાયત સ્તર પર ભારતીય જનતા યુવા મોર્ચો બાઈક યાત્રા નીકાળશે. તદઉપરાંત 2થી 30 ઓગસ્ટ દરમિયાન મેરી માટી મેરા પ્રદેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.ચૂંટણી પહેલા સપ્ટેમ્બર મહિનામાં આકાંશા સંગ્રહણ અભિયાન પણ ચલાવાશે.
- કુમારસ્વામીનુ અમિત શાહ માટે નીવેદન રાજકીય નિરાશા દર્શાવે છેઃ તેજસ્વી સૂર્યા
- Rahul Gandhi: રાહુલ ગાંધીની સંસદમાં વાપસી, રાહત બાદ પ્રથમ વખત સંસદ ભવન પહોંચ્યા