ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Loksabha Membership: રાહુલ ગાંધી સિવાય આ નેતાઓએ પણ ગુમાવી છે સદસ્યતા - લોકસભાની સદસ્યતા રદ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારે આજે લોકસભાની સદસ્યતા રદ કરવાની સૂચના જારી કરવામાં આવી છે. પરંતુ રાહુલ ગાંધી સિવાય એવા અનેક નેતાઓ છે. જેની સદસ્યતા રદ કરવામાં આવી છે. જાણો સંપૂર્ણ સમાચાર.

મોદી અટકને લઈને ટિપ્પણી
મોદી અટકને લઈને ટિપ્પણી

By

Published : Mar 24, 2023, 3:34 PM IST

અમદાવાદ: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ગઈ કાલે સુરત કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. જે મામલે આજે તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલીમાં મોદી અટકને લઈને ટિપ્પણી કરી હતી. જે મામલે આ સજા કરવામાં આવી હતી. માત્ર રાહુલ ગાંધી જ નહીં, ભાજપ અને વિપક્ષના સાંસદો અને ધારાસભ્યોએ પણ તેમની સભ્યતા ગુમાવી છે.

કેમ રદ થાય છે સદસ્યતા:નિયમ મુજબ જો કોઈ સાંસદ કે ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુ સજા થાય છે તો તેની સભ્યતા જતી રહે છે. રાહુલ સાથે પણ એવું જ બન્યું. જો કે સદસ્યતા ગુમાવનાર રાહુલ પ્રથમ નેતા નથી. આ પહેલા પણ આવા અનેક સાંસદો અને ધારાસભ્યોની સદસ્યતાએ પોતાની સભ્યતા ગુમાવી છે. જેમને કોર્ટે બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારી છે.

આ પણ વાંચો:Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ

વિક્રમ સૈનીઃ મુઝફ્ફરનગરના ખતૌલીથી ભાજપના ધારાસભ્ય રહેલા વિક્રમ સૈનીએ પણ પોતાનું સભ્યપદ ગુમાવ્યું છે. વિક્રમને 2013ના રમખાણોમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ મુઝફ્ફરનગરમાં કોમી રમખાણો થયા. તે સમયે વિક્રમ સૈની જિલ્લા પંચાયતના સભ્ય હતા અને રમખાણોમાં તેમનું નામ આવતાં તેમને જેલ પણ જવું પડ્યું હતું. વિક્રમ સૈની જેલમાંથી બહાર આવ્યા ત્યારે ભાજપે ખતૌલીથી તેમને ટિકિટ આપી. વિક્રમ સૈની ભારે મતોથી જીત્યા. 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ફરીથી પોતાના ઉમેદવાર બનાવ્યા અને આ વખતે પણ જીત્યા. વિક્રમ સૈનીને રમખાણોના કેસમાં ગયા વર્ષે નવેમ્બરમાં કોર્ટે બે જેલની સજા ફટકારી હતી. આ કારણે તેમની સભ્યપદ સમાપ્ત કરવામાં આવી હતી.

આઝમ ખાનઃસમાજવાદી પાર્ટીના મજબૂત નેતા અને ધારાસભ્ય આઝમ ખાનની સદસ્યતા પણ જતી રહી છે. આઝમ રામપુરથી સતત 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. આઝમ ખાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ કેસમાં કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કેસ ચાલ્યો અને પછી કોર્ટે તેને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. પરંતુ દોષિત ઠર્યા બાદ તેમણે વિધાનસભાની સદસ્યતા ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો:Rahul Gandhi Conviction: રાહુલ ગાંધીને દોષિત ઠેરવતાં કોંગ્રેસ કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

અબ્દુલ્લા આઝમઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન બાદ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમની વિધાનસભાની સદસ્યતા પણ રદ કરવામાં આવી છે. મુરાદાબાદની એક વિશેષ અદાલતે સપાના મહાસચિવ આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમને 15 વર્ષ જૂના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

ABOUT THE AUTHOR

...view details