- ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લગભગ ત્રણ લાખ લોકોના મોત થયા
- રાહુલ ગાંધીએ BJP સરકારના 'ગુજરાત મોડલ' પર સવાલ ઉઠાવ્યા
- ત્રણ લાખ મૃતકોના પરિવારને વધુ પૈસા મળવા જોઈએ
નવી દિલ્હી: કૉંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ(Former President Rahul Gandhi) બુધવારે કહ્યું કે કોવિડ-19ને (covid-19)કારણે જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને સરકારે 4 લાખ રૂપિયાનું વળતર (compensation)આપવું પડશે અને આ માટે તેમની પાર્ટી સરકાર પર દબાણ બનાવશે.તેમણે ટ્વિટર પર એક વીડિયો પણ જાહેર કર્યો જેમાં ગુજરાતમાં કોવિડને (corona in Gujarat) કારણે જીવ ગુમાવનારા ઘણા લોકોના પરિવારજનોની તરફેણ કરવામાં આવી છે અને દાવો કર્યો છે કે રાજ્યમાં કોરોના વાયરસના(Corona virus) કારણે લગભગ ત્રણ લાખ લોકોના મોત થયા છે.
રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ' પર સવાલ ઉઠાવ્યા
આ વીડિયો દ્વારા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારના 'ગુજરાત મોડલ'(Gujarat Model ') પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે આ કેવા પ્રકારની સરકાર છે? કૉંગ્રેસ નેતાએ કહ્યું, 'ગુજરાત મોડલની ખૂબ ચર્ચા થાય છે. અમે જે પરિવારો સાથે વાત કરી હતી તે કહે છે કે કોવિડ દરમિયાન તેમને હોસ્પિટલમાં પથારી, ઓક્સિજન અને વેન્ટિલેટર નહોતા મળ્યા.
કોવિડને કારણે 10 હજાર લોકોના મોત થયા
જ્યારે તેઓને મદદની જરૂર હોય ત્યારે પણ તમે ત્યાં હોતા નથી. આ કેવા પ્રકારની સરકાર છે?' કૉંગ્રેસ નેતાએ દાવો કર્યો, 'ગુજરાત સરકાર કહે છે કે કોવિડને કારણે 10 હજાર લોકોના મોત થયા છે'. 'ગુજરાત મોડલ' ધરાવતા ગુજરાતમાં માત્ર 10 હજાર લોકોના પરિવારને 50-50 હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જ્યારે ત્રણ લાખ મૃતકોના પરિવારને વધુ પૈસા મળવા જોઈએ.
કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે પૈસા નથી