હૈદરાબાદ:પ્રીતિ ગાંધી નામના BJP કાર્યકર્તાએ રાહુલ ગાંધીનીતસવીર પર (poonam kaur rahul gandhi) એવી કોમેન્ટ કરી કે, તેના કારણે હંગામો મચી ગયો. સોશિયલ મીડિયા પર બંન્ને પક્ષે બયાનબાજી તેજ થઈ ગઈ છે. કોંગ્રેસે તેને નાનું કૃત્ય ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, પ્રીતિ જેવા લોકોને સારવારની જરૂર છે. આખરે પ્રીતિએ શું લખ્યું, જેના પર કોંગ્રેસીઓ આટલા નારાજ છે.
આવો જાણીએ શું છે આખો વિવાદ: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા (rahul gandhi bharat jodo yatra) હાલ તેલંગાણામાં છે. તેમના પ્રવાસ દરમિયાન, રાહુલ વિવિધ સમુદાયો અને પ્રદેશોના લોકોને પણ મળે છે. શનિવારે એક મહિલા રાહુલ ગાંધીને મળવા આવી હતી.તે મહિલા સાથે રાહુલની એક તસવીર ક્લિક કરવામાં આવી હતી. આમાં તે તેનો હાથ પકડેલો જોવા મળે છે. આ અંગે ટિપ્પણી કરતાBJP કાર્યકર પ્રીતિ ગાંધીએ લખ્યું કે, રાહુલ ગાંધી તેમના દાદા નેહરુને ફોલો કરી રહ્યા છે. તેઓ નેહરુ અને એડવિના માઉન્ટબેટનનો ઉલ્લેખ કરતા હતા. કોંગ્રેસના નેતાઓએ તેની આકરી ટીકા કરી છે.