હૈદરાબાદઃપ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે શ્યામ'નું ટ્રેલર ગુરુવારે રિલીઝ (Radhe Shyam Trailer Release)કરવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં પ્રભાસે તેના 40 હજાર 'ડાર્લિંગ્સ' વચ્ચે ફિલ્મનું ટ્રેલર લોન્ચ (Prabhas trailer release) કર્યું હતું. પ્રભાસ તેના ફેન્સને 'ડાર્લિંગ' કહે છે. ફિલ્મનું ટ્રેલર (prabhas latest movie) જબરદસ્ત અને ઢાંસુ બંનાવ્યું છે. પ્રભાસે ટ્રેલરમાં સાબિત કરી દીધુ છે કે, ફેન્સને સિનેમાઘરોમાં ટિકિટ માટેની મુશ્કેલીઓ ઊભી થવાની છે.
ટ્રેલર જોયા પછી પણ ફિલ્મની વાર્તા પરથી પડદો હટતો નથી
ટ્રેલરમાં લોકેશન પાર્ટ શાનદાર છે, દરેક સીને મજા બાંધી દીધી છે. પ્રભાસ અને પૂજા હેગડેની જોડી કોઈ યુવા કપલથી ઓછી નથી લાગી રહી. પૂજાની સુંદરતા પણ આ ટ્રેલર જોવા માટે મજબૂર કરી રહી છે. 3 મિનિટના ટ્રેલરે અઢીથી 3 કલાકની ફિલ્મ જોવાનું મન બનાવી લીધું છે, હવે ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રેલર જોયા પછી પણ ફિલ્મની વાર્તા પરથી પડદો હટતો નથી. સામાન્ય રીતે ફિલ્મોના ટ્રેલર પરથી આખી ફિલ્મનો અંદાજો લગાવવામાં આવે છે.
ટ્રેલરના દરેક સીનમાં પ્રભાસનું પાત્ર તેની પ્રતિક્રિયા બદલી રહ્યું છે
ટ્રેલરની વાર્તા કેવી રીતે અને ક્યાંથી શરૂ થાય છે, તે ટ્રેલરના અંત સુધી યાદ રાખવું મુશ્કેલ બની જાય છે. ફિલ્મમાં પ્રભાસ લવર બોય વિક્રમાદિત્યના રોલમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ ટ્રેલરના દરેક સીનમાં પ્રભાસનું પાત્ર તેની પ્રતિક્રિયા બદલી રહ્યું છે.