ન્યૂઝ ડેસ્કઃપંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)ચમકૌર સાહિબ બેઠક પરથી હારી ગયા છે. તેમને 62,148 મત મળ્યા હતા. આ બેઠક પરથી AAPના ડૉક્ટર ચરણજીત સિંહ ચૂંટણી જીત્યા છે. તેમને 69,981 મત મળ્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા
મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની પહેલીવાર 2007માં આ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. વર્ષ 2012માં ચન્નીને કોંગ્રેસે અહીંથી ટિકિટ આપી હતી અને તેઓ જીતવામાં સફળ રહ્યા હતા. ચન્ની 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જીત્યા હતા અને બાદમાં તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા.
વિધાનસભા ચૂંટણીમાં હાર
કોંગ્રેસ પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની પોતે ચમકૌર સાહિબ અને ભદૌર વિધાનસભા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ જ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.