ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું સિદ્ધૂ ભાજપની B ટીમ છે? - કોંગ્રેસ પંજાબ રાજનીતિ સમાચાર

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમની પર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, નવજોતસિંહ સિદ્ધુ ભાજપની બી ટીમની ભૂમિકા નિભાવી રહ્યા છે. કારણ કે, તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી કેન્દ્રની મોદી સરકાર પર એટલા પ્રશ્નો નથી ઉઠાવ્યા, જેટલા તેમણે પોતાની સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

શું સિદ્ધુ ભાજપની બી ટીમ છે? સિદ્ધુની હાઈપર પોલિટિક્સે કોંગ્રેસના પસીના છોડાવ્યા
શું સિદ્ધુ ભાજપની બી ટીમ છે? સિદ્ધુની હાઈપર પોલિટિક્સે કોંગ્રેસના પસીના છોડાવ્યા

By

Published : Nov 4, 2021, 10:51 AM IST

  • પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ ફરી એક વાર ચર્ચામાં આવ્યા
  • નવજોતસિંહ સિદ્ધુ ભાજપની બી ટીમની ભૂમિકા નિભાવી રહ્યા છે
  • પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી કેન્દ્રની મોદી સરકાર પર એટલા પ્રશ્નો નથી ઉઠાવ્યા, જેટલા તેમણે પોતાની સરકાર પર સવાલ ઉઠાવ્યા છે

ચંદીગઢઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસ માટે એક કોયડાની જેમ છે, જેનું ન તો કોંગ્રેસ હાઈકમાન્ડ નિવારણ લાવી શકે છે અને ન તો રાજ્યના મુખ્યપ્રધાન ચરણજિતસિંહ ચન્ની. સિદ્ધુને કોયડો એટલા માટે કહી રહ્યા છીએ. કારણ કે, તેઓ પોતાના નિવેદનના કારણે પાર્ટીની સામે અસમંજસની સ્થિતિ બનાવતા રહે છે. નવજોતસિંહ સિદ્ધુ સામે એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, જેનો જવાબ આપવો પાર્ટીને ભારી પડે છે. તેવામાં હવે અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, નવજોતસિંહ સિદ્ધુ ભાજપની બી ટીમની ભૂમિકા નિભાવી રહ્યા છે. કારણ કે, તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી કેન્દ્રની મોદી સરકાર પર એટલા પ્રશ્નો નથી ઉઠાવ્યા, જેટલા તેમણે પોતાની સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

નવજોતસિંહ સિદ્ધુ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે

પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને ખુરશી પરથી હટાવ્યા પછી હવે નવનિયુક્ત મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીની કાર્યશૈલી પર પણ નવજોતસિંહ પ્રશ્નો ઉઠાવવા લાગ્યા છે. પહેલા તો તેઓ પાર્ટીના 19 ટિપ્સ બતાવીને ધમકાવતા જોવા મળ્યા છે. તો હવે જ્યારે વર્તમાન મુખ્યપ્રધાન લોકોને સસ્તી વીજળી આપવાનો વાયદો કરે છે તો તેને લઈને પણ પોતાની જ સરકાર પર તેઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સિદ્ધુ જે પ્રશ્ન પોતાની સરકાર પર ઉઠાવે છે. તેનાથી લાગી રહ્યું છે કે, તેઓ વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યા છે. એટલે કે જે વાત વિપક્ષે કરવી જોઈએ. સિદ્ધુ આ પ્રકારની વાતો કરતા જોવા મળી રહ્યા છે. પછી સરકારની પ્રવૃત્તિઓ પર પ્રશ્ન ઉઠાવવાનું હોય કે પછી તેમના દ્વારા કરવામાં આવતી જાહેરાતોને શંકાની નજરથી જોવાનું હોય. આ તમામ કામ સિદ્ધુ વિપક્ષના નતાની જેમ કરતા જોવા મળી રહ્યા છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી કેન્દ્રની મોદી સરકાર પર એટલા પ્રશ્નો નથી ઉઠાવ્યા

તેવામાં હવે અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, નવજોતસિંહ સિદ્ધુ ભાજપની બી ટીમની ભૂમિકા નિભાવી રહ્યા છે. કારણ કે, તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા પછી કેન્દ્રની મોદી સરકાર પર એટલા પ્રશ્નો નથી ઉઠાવ્યા, જેટલા તેમણે પોતાની સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તો કોંગ્રેસ પાર્ટી પણ તેમને લઈને હજી અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહી છે. પાર્ટી હજી પણ સિદ્ધુને લઈને મુશ્કેલીમાં જોવા મળી છે. ત્યારે તે સિદ્ધુને પોતાની પાર્ટી સામે અવાજ ઉઠાવ્યા પછી પણ તેમને પાર્ટીમાંથી બહાર કાઢવાની હિંમત નથી કરી શકતી.

કોંગ્રેસ સિદ્ધુને સીધા કરશે કે નહીં?

આવી સ્થિતિમાં કોંગ્રેસમાં સિદ્ધુને લઈને શું ચાલી રહ્યું છે. તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રશ્ન એ છે કે, શું કોંગ્રેસ પાર્ટી સિદ્ધિને વર્તમાનમાં જે તેઓ કરી રહ્યા છે તેનાથી તેમને રોકશે કે નહીં? કે પછી આ બધું આવું જ ચાલતુ રહેશે? સૂત્રોની માનીએ તો, સિદ્ધુને હાઈકમાન્ડ તેમના વલણને લઈને ચેતવણી પણ આપી ચૂક્યું છે. સાથે જ તેમણે પોતાના અંદાજ બદલવા માટે પણ કહી ચૂક્યું છે. તેમ છતાં સિદ્ધુ બદલાઈ નથી રહ્યા.

કેટલીક વાર સિદ્ધુ એવા નિવેદન આપે છે કે તેમની વાતને સંભાળવામાં પાર્ટીના અન્ય નેતાઓના પસીના છૂટી જાય છે

રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે, સિદ્ધુને ભાજપની બી ન કહી શકાય. કારણ કે, તેઓ મહત્ત્વાકાંક્ષી છે, જે ખોટું નથી, પરંતુ જે પ્રકારની રાજનીતિ સિદ્ધુ કરે છે. તેવામાં તેઓ ક્યારે કોની વિરુદ્ધ થઈ જાય તે તેઓ જ જાણે છે. સિદ્ધુની રાજનીતિનો અંદાજ અલગ છે. ફક્ત ઘણું બોલે છે અને કેટલીક વાર તો એવું બોલે છે કે પછી તો પાર્ટીના અન્ય નેતાઓ પણ તેમની આ વાતને સંભાળી નથી શકતા. કારણ કે, સિદ્ધુ પોતે મીડિયાની સાથે વાતચીત કરે છે. તેવામાં પાર્ટી પણ તેમના નિવેદનોથી ડરે છે. કોઈ અન્ય રાજકીય દળમાં અત્યારે નહીં જઈ શકતા અને હવે તો સ્થિતિ બની છે કે, અન્ય રાજકીય દળ પણ પોતાની પાર્ટીમાં લેતા પહેલા વિચારશે. કારણ કે, સિદ્ધુ હાઈપર પોલિટિક્સ ક્યારે પણ કોઈની પર પણ ભારી પડી શકે છે.

પાર્ટી સિદ્ધુને કાઢવાની હિંમત નથી કરી રહી

સૂત્રોનું માનીએ તો, પાર્ટી સિદ્ધુને લઈને કોઈને કોઈ પગલા જરૂર ઉઠાવશે, પરંતુ પંજાબમાં ચૂંટણી નજીક છે. તેવામાં પાર્ટી કોઈ પણ રીતે જોખમ લેવાથી બચી રહી છે. કદાચ આ વાત સિદ્ધુ પણ જાણે છે. એટલે તેઓ હજી પણ પોતાના અંદાજ પર કાયમ છે અને એક વિપક્ષની નેતાની જેમ કા તો એમ કહીએ કે ભાજપની બી ટીમની જેમ કામ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details