ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Assembly Elections 2022: રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાતે, વર્ચ્યુઅલ રેલીને સંબોધશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi to visit Punjab) આજે ગુરુવારે સવારે અમૃતસર પહોંચશે. જ્યાં તેઓ સુવર્ણ મંદિરમાં દર્શન કરશે અને આ બાદ, તેઓ જલંધરના મીઠાપુરમાં 'પંજાબ ફતેહ' વર્ચ્યુઅલ રેલીને (Rahul Gandhi will address virtual rally) સંબોધિત કરશે.

Punjab Assembly Elections 2022: રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાતે, વર્ચ્યુઅલ રેલીને સંબોધશે
Punjab Assembly Elections 2022: રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાતે, વર્ચ્યુઅલ રેલીને સંબોધશે

By

Published : Jan 27, 2022, 11:38 AM IST

ચંદીગઢ/નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબના પ્રવાસે (Rahul Gandhi to visit Punjab) છે. તેઓ આજે સુવર્ણ મંદિર ખાતે નમન કરશે અને આ બાદ, વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરશે.

મીઠાપુરથી પાર્ટીની ડિજિટલ રેલી

રાહુલ ગાંધી અને પંજાબ કોંગ્રેસના તમામ 117 ઉમેદવારો સુવર્ણ મંદિરની (Rahul Gandhi will visit Golden Temple) મુલાકાત લેશે અને લંગરમાં હાજરી આપશે. આ ત્યારબાદ રાહુલ ગાંધી જલંધરના મીઠાપુરથી પાર્ટીની ડિજિટલ રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Elections 2022) માટે અત્યાર સુધીમાં 86 ઉમેદવારોની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં અન્ય નામોની જાહેરાત થવાની આશા છે.

આ પણ વાંચો:Rahul Gandhi's Statement On Pegasus: સરકાર પર પ્રહાર કરતા કહ્યુ, પેગાસસનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ

મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

ચૂંટણી પંચનો રેલી અને રોડ શો પર પ્રતિબંધ

રાહુલ ગાંધી દુર્ગિયાના મંદિર અને ભગવાન વાલ્મીકિ તીર્થસ્થાન પર પણ પૂજા કરશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે શારીરિક રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી માટે 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 10 માર્ચે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details