ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab assembly election 2022: મનમોહન સિંહે PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- વગર આમંત્રણે બિરિયાની ખાવાથી સંબંધો સુધરતા નથી - ભારત ચીન સરહદ વિવાદ

પંજાબ ચૂંટણી (Punjab assembly election 2022) માટે થનારા મતદાનથી 2 દિવસ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બીજેપીની સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે સરકારની આર્થિક અને વિદેશ નીતિની ટીકા કરતા PM મોદી પર કટાક્ષ કર્યો હતો.

Punjab assembly election 2022:  મનમોહન સિંહે PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- વગર આમંત્રણે બિરિયાની ખાવાથી સંબંધો સુધરતા નથી
Punjab assembly election 2022: મનમોહન સિંહે PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- વગર આમંત્રણે બિરિયાની ખાવાથી સંબંધો સુધરતા નથી

By

Published : Feb 17, 2022, 5:30 PM IST

Updated : Feb 17, 2022, 6:37 PM IST

નવી દિલ્હી: પંજાબ ચૂંટણી (Punjab assembly election 2022) માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે. 20 ફેબ્રુઆરીના પંજાબ વિધાનસભાની 117 સીટો (Punjab assembly seats 2022) માટે વોટિંગ થવાનું છે. હવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે BJP (Manmohan Singh Attacks On BJP)ની વિરુદ્ધ મોરચો માંડ્યો છે. પૂર્વ વડાપ્રધાને કેન્દ્રની ભાજપ સરકારની વિદેશ નીતિ (BJP government's foreign policy) અને આર્થિક નીતિઓની ટીકા કરી છે.

લોકો આજે કોંગ્રેસના સારા કામોને યાદ કરી રહ્યા છે

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહન સિંહે કહ્યું કે, આજે ભારતના લોકો કોંગ્રેસના સારા કામોને યાદ કરી રહ્યા છે. તેમણે PMની સુરક્ષામાં ચૂક (pm security breach in punjab)ને રાજકીય મુદ્દો બનાવવા માટે ભાજપની ટીકા કરી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, ભાજપે PM મોદીની સુરક્ષાના મુદ્દા પર પંજાબના CM અને રાજ્યના લોકોનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો:Punjab Assembly Election 2022 : આજે જલંધરમાં વડાપ્રધાન મોદીની રેલી, ખેડૂતો કરશે બહિષ્કાર

અમીરો વધારે અમીર અને ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે

કેન્દ્રની આર્થિક નીતિઓ (bjp government economic policies) પર તેમણે કહ્યું કે, હવે દેશના અમીર લોકો વધારે અમીર થઈ રહ્યા છે, જ્યારે ગરીબોની ગરીબી વધી રહી છે. મનમોહન સિંહે દાવો કર્યો છે કે, ભાજપના નેતૃત્વવાળી સરકારને આર્થિક નીતિની કોઈ સમજ નથી. તેમણે મોદી સરકારની ટીકા (Manmohan Singh Slams Modi Government) કરતા કહ્યું કે, નીતિઓ પ્રત્યે અણસમજ દેશ સુધી સીમિત નથી. ભાજપની સરકાર વિદેશ નીતિમાં નિષ્ફળ રહી છે. ચીન (India China Border Conflict) આપણી સરહદ પર બેઠું છે અને તેને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આ પણ વાંચો:Punjab Assembly Election 2022: ભાજપે સિદ્ધુ સામે નિવૃત્ત IAS જગમોહન સિંહ રાજુને મેદાનમાં ઉતાર્યા

વગર આમંત્રણે બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથી

PM મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતા મનમોહન સિંહે (Manmohan Singh Attack On PM Modi) કહ્યું કે, રાજનેતાઓને ગળે મળવાથી અથવા વગર આમંત્રણે બિરયાની ખાવાથી સંબંધો સુધરતા નથી. ભાજપનો રાષ્ટ્રવાદ અંગ્રેજોની 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ પર આધારિત છે. આ કારણે દેશની સંવૈધાનિક સંસ્થાઓ નબળી થઈ રહી છે.

Last Updated : Feb 17, 2022, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details