ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab Assembly Election 2022: ક્રિકેટર હરભજન સિંહ સિદ્ધુને મળ્યા, કૉંગ્રેસમાં જોડાવાની અટકળો - સિદ્ધુએ ટ્વિટર પર હરભજનને તસવીર શેર

પંજાબમાં 2022ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ (Punjab Assembly Election 2022 )અપેક્ષિત છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સત્તારૂઢ કૉંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

Punjab Assembly Election 2022: ક્રિકેટર હરભજન સિંહ સિદ્ધુને મળ્યા, કૉંગ્રેસમાં જોડાવાની અટકળો
Punjab Assembly Election 2022: ક્રિકેટર હરભજન સિંહ સિદ્ધુને મળ્યા, કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

By

Published : Dec 15, 2021, 8:19 PM IST

  • પંજાબ વિધાનસભાની ચૂંટણી 2022
  • ક્રિકેટર હરભજન સિંહે કૉંગ્રેસમાં જોડાવાનો સંકેત આપ્યો
  • સિદ્ધુએ ટ્વિટર પર હરભજનને મળ્યાની તસવીર શેર કરી

ચંદીગઢ:પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022 )પહેલા ક્રિકેટર હરભજન સિંહે કૉંગ્રેસમાં જોડાવાનો સંકેત આપ્યો છે. હરભજન સિંહ તાજેતરમાં પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને મળ્યો(Cricketer Harbhajan Singh met Sidhu ) હતો. આ પછી અટકળોનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે કે શું હરભજન સિંહ કૉંગ્રેસમાં જોડાવા( Cricketer Harbhajan Singh hints at joining Congress )જઈ રહ્યા છે.

સિદ્ધુએ ટ્વિટર પર તસવીર શેર કરી

સિદ્ધુએ બુધવારે ટ્વિટર પર હરભજનને મળ્યાની તસવીર શેર કરી (Navjot Sidhu posts photo with Harbhajan). હરભજનના વખાણ કરતાં તેણે લખ્યું, 'સંભાવનાઓથી ભરેલી તસવીરભજ્જી સાથે ચમકતા સિતારા.

સિદ્ધુએ તસવીર શેર કરી

હરભજન તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી

જો કે, હરભજન સિંહ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ન તો કૉંગ્રેસે કોઈ નિવેદન આપ્યું છે. પંજાબમાં 2022ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ અપેક્ષિત છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સત્તારૂઢ કૉંગ્રેસ ફરી સત્તામાં આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.ભૂતકાળમાં હરભજન સિંહના ભાજપમાં જોડાવાની અફવા હતી. જોકે, હરભજન સિંહે પોતે બહાર આવીને ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી હતી અને અફવાઓને ખોટી ગણાવી હતી.

હરભજન સિંહ પંજાબના જલંધરનો વતની

'ભજ્જી' તરીકે પ્રખ્યાત હરભજન સિંહ પંજાબના જલંધરનો વતની છે. તેણે હજુ સુધી ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની જાહેરાત કરી નથી. 41 વર્ષીય ભજ્જીએ છેલ્લી આઈપીએલના પહેલા ચરણમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે કેટલીક મેચ રમી હતી.

આ પણ વાંચોઃLakhimpur Kheri Violence: રાહુલ ગાંધીએ રાજ્યપ્રધાન અજય મિશ્રાને બરતરફ કરવાની કરી માંગ

આ પણ વાંચોઃRakesh Tikait on Return Home: ખેડૂતો 13 મહિના પછી ઘરે જશે, છતાં રાકેશ ટિકૈત માત્ર 13 કલાક જ ઘરે રહેશે

ABOUT THE AUTHOR

...view details