બેંગલુરુ:કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારને (Kannada Film Actor Puneeth Rajkumar) 1 નવેમ્બરના રોજ રાજ્યના સ્થાપના દિવસ 'કર્ણાટક રાજ્યોત્સવ'ના અવસર પર 'કર્ણાટક રત્ન' એવોર્ડથી (Karnataka Ratna Award) મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. ગયા વર્ષે અભિનેતાનું નિધન થયું હતું. રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થનાર તે 10મા વ્યક્તિ હશે.
આ પણ વાંચો:ઉત્તરાખંડમા અનિલ ભટ્ટ સોલાર પ્લાન્ટ લગાવીને યુવાનોને આપી રહ્યા છે રોજગાર
અભિનેતા પુનીત રાજકુમારને મરણોત્તર કર્ણાટક રત્ન એવોર્ડ એનાયત :બોમાઈએ કહ્યું કે, "અમે 1 નવેમ્બરના રોજ પુનીત રાજકુમારને કર્ણાટક રત્ન પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે, અમે તેની તૈયારી માટે એક સમિતિ બનાવીશું જેમાં રાજકુમારના પરિવારના સભ્યો પણ હશે, તે સંપૂર્ણ સન્માન સાથે હાથ ધરવામાં આવશે." મુખ્યપ્રધાને અહીં લાલબાગ ગ્લાસ-હાઉસ ખાતે વાર્ષિક સ્વતંત્રતા દિવસ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષના ફ્લાવર શોમાં કન્નડ અભિનેતા ડૉ. રાજકુમાર અને તેમના પુત્ર અને અભિનેતા પુનીત રાજકુમારને વિશેષ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. કન્નડ સિનેમાના ચમકતા સ્ટાર ગણાતા પુનીત કન્નડ અભિનેતા ડૉ. રાજકુમારના પાંચ બાળકોમાં સૌથી નાના હતા. 29 ઓક્ટોબરે 46 વર્ષની વયે હૃદયની નિષ્ફળતાથી તેમનું અવસાન થયું હતું.