- UPમાં તાવથી 100 લોકોના મોત
- પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને યોગી સરકાર પર કર્યો પ્રહાર
- સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત કરવા માટે UP સરકારે મજબૂત પગલાં ન ઉઠાવ્યા હોવાનો આરોપ
લખનૌ: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીમાં તાવથી બાળકો સહિત 100થી વધારે લોકોના મોતને લઇને યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, યુપીમાં તાવથી બાળકો સહિત 100 લોકોના મોત થયા હોવાના સમાચાર ઘણા જ ચિંતાજનક છે. ઉત્તર પ્રદેશ સરકારે હજુ પણ સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત કરવા માટે કોઈ ચોક્કસ પગલાં ઉઠાવ્યા નથી.
યુપીમાં વાયરલ ફીવરથી 100થી વધારે લોકોના જીવ ગયા
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, યુપીમાં વાયરલ ફીવરથી 100થી વધારે લોકોના જીવ ગયા હોવાના સમાચાર પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે શું યુપી સરકારે બીજી લહેરમાં પોતાના વિનાશકારી કોવિડ મેનેજમેન્ટના ભયાનક પરિણામોથી કોઈ બોધપાઠ લીધો છે? સંભવિત સંસાધનોને સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવા અને બીમારીને ફેલવાથી રોકવા માટે પૂરતી સાવધાની રાખવાની દિશામાં નિર્દેશિત કરવા જોઇએ.