ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ કોરોનાની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી ભાવુક પોસ્ટ મુકી

દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ મુકી છે. પ્રિયંકા ગાંધીએ આ સાથે જ કોરોના કાળમાં લોકોની ચિંતાની સાથે ડોક્ટર અને નર્સના વખાણ પણ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ હમ હોંગે કામયાબ લખીને એક પોસ્ટ અપલોડ કરી છે.

પ્રિયંકા ગાંધીએ કોરોનાની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી ભાવુક પોસ્ટ મુકી
પ્રિયંકા ગાંધીએ કોરોનાની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી ભાવુક પોસ્ટ મુકી

By

Published : Apr 28, 2021, 11:56 AM IST

  • પ્રિયંકા ગાંધીએ ડોક્ટર્સ અને નર્સની કામગીરીને બિરદાવી
  • દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સરકાર નિષ્ફળઃ પ્રિયંકા ગાંધી
  • જેનાથી યોગ્ય હોય તે તમામ મદદ અન્યને કરવી જોઈએઃ પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ દેશમાં ચારે તરફ કોરોનાના કારણે સ્થિતિ બગડી રહી છે. તેવા સમયે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર 'હમ હોંગે કામયાબ' લખી એક ભાવુક પત્ર લખ્યો છે. તેમણે દેશની બગડતી સ્થિતિ અંગે એક પોસ્ટ કરી છે. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ ડોક્ટર્સ અને નર્સની પ્રશંસા કરી છે.

પ્રિયંકા ગાંધીએ ડોક્ટર્સ અને નર્સની કામગીરીને બિરદાવી

આ પણ વાંચોઃપાટણમાં વકરેલી કોરોના મહામારી લઈને કોંગ્રેસના ધારાસભ્યએ વડાપ્રધાનને લખ્યો પત્ર

પ્રિયંકા ગાંધીએ સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરી પ્રહાર કર્યા

પ્રિયંકા ગાંધીએ કોરોનાના સંકટ સમયમાં લોકો દ્વારા કરવામાં આવતા પ્રયાસોના પણ વખાણ ક્રયા હતા. આ સાથે જ સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરી હુમલો પણ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર મુકેલા પત્રમાં લખ્યું હતું કે, આ પોસ્ટ લખતા મારું હૃદય ભારી થઈ ગયું છે. મને ખબર છે કે, તમારામાંથી ઘણા લોકોએ છેલ્લા એક અઠવાડિયામાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ઘણા પરિવારો જે જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આપણા ડોક્ટર્સ, નર્સ અને હેલ્થકેર કર્મચારીઓ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહી છે.

જેનાથી યોગ્ય હોય તે તમામ મદદ અન્યને કરવી જોઈએઃ પ્રિયંકા ગાંધી

આ પણ વાંચોઃભાવનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન, બેડ અને વેન્ટિલેટરની કરી માગ

ફરી એક વાર અજવાળાની આશા છે

આ સાથે જ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ચારેય તરફ અંધારું છે. આમાંથી નીકળીને એક વાર ફરી અજવાળાની આશા છે. નિરાશાઓની વચ્ચે તાકાત એકઠી કરીને આપણી અન્ય લોકોને જે પણ સહયોગ આપી શકીએ. તે કરવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details