મંડલાઃ પ્રિયંકા ગાંધી હાલ મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે મહાકૌશલ ખાતે મંડલામાં એક જનસભાને સંબોધન કર્યુ હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. તેમણે કૉંગ્રેસની અનેક જાહેરાતોની અહીં પુનઃઘોષણા કરી હતી. જો કૉંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી. 100 રૂપિયામાં 100 યુનિટ વીજળી મળશે તેમજ 200 યુનિટ વીજળી ફ્રી મળશે. ખેડૂતોને ખેતી માટે 5 હોર્સ પાવર વીજળી ફ્રી મળશે. ઓલ્ડ પેન્શન સ્કીમને અમલી કરવામાં આવશે. ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયા કરી દેવાશે. દર મહિને કૉંગ્રેસ મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા જમા કરશે. દરેક વિદ્યાર્થીને ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પઢો ઔર પઢાઓ યોજના અંતર્ગત નિઃશુલ્ક પૂરુ પાડવામાં આવશે.
તેંદુપત્તા વીણતાં મજૂરોને લાભઃ પ્રિયંકા ગાંધીએ આદિવાસીઓ માટે અનેક લાભોની જાહેરાત કરી છે. તેમણે વર્તમાન સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યું હતું કે તેંદુપત્તા વીણતાં આદિવાસીઓનો હક છીનવાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં તેંદુપત્તાના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. કૉંગ્રેસ તેંદુપત્તા પર જે બોનસ આપતી હતી તે ભાજપ સરકારે બંધ કરી દીધું છે. જો કૉંગ્રેસની સરકાર બનશે તો તેંદુપત્તાની દરેક બોરીની કિંમત 4 રુપિયા કરવામાં આવશે. તેમજ આ પત્તા વીણતા આદિવાસીઓને બોનસ પણ આપવામાં આવશે. છત્તીસગઢની જેમ મધ્ય પ્રદેશમાં પેસા એક્ટ લાગુ કરવામાં આવશે.