તમિલનાડુ: હૈદરાબાદ/ચેન્નઈઃ રામોજી ગ્રુપની કંપની પ્રિયા ફૂડ્સને ગુણવત્તાયુક્ત ખાદ્ય ઉત્પાદનોની નિકાસ દ્વારા દેશમાં વિદેશી હૂંડિયામણ લાવવાના પ્રયાસો બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) દ્વારા પ્રિયા ફૂડ્સ કંપનીને પ્રતિષ્ઠિત 'એક્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડ' (Export Excellence Awards) આપવામાં આવ્યો હતો. તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને બુધવારે ચેન્નાઈમાં આયોજિત FIEOના સધર્ન ઝોન એક્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડ (Priya foods won the Silver Award) સમારોહમાં પ્રિયા ફૂડ્સના પ્રતિનિધિઓને 'સ્ટાર એક્સપોર્ટ માટે સિલ્વર એવોર્ડ' અર્પણ કર્યો.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ કંપનીઝનો સધર્ન રિજન એક્સપોર્ટ એક્સેલન્સ એવોર્ડ સમારોહ (Southern Region Export Excellence Awards Ceremony) ક્રાઉન પ્લાઝા અદ્યાર પાર્ક હોટેલ ખાતે યોજાયો હતો. મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલિને હાજરી આપી પુરસ્કારો અર્પણ કર્યા.
આ પણ વાંચો:આમ આ વાર્તાનો કરૂણ અંત આવ્યો, ગોપાલગંજમાં નાગ-નાગણની દર્દભરી પ્રેમ-કહાણી