ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Prime Minister Narendra Modiએ અયોધ્યાની વિકાસ યોજનાની કરી સમીક્ષા - રામ મંદિર વિકાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વીડિયો કોન્ફરન્સ (Video conferencing)ના માધ્યમથી અયોધ્યાના વિકાસ યોજના (Development plan of Ayodhya)ની સમીક્ષા કરી હતી. તે દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) વડાપ્રધાનને વિકાસ કાર્યો (Development works) અંગેની સમગ્ર માહિતી આપી હતી.

Prime Minister Narendra Modiએ અયોધ્યાની વિકાસ યોજનાની કરી સમીક્ષા
Prime Minister Narendra Modiએ અયોધ્યાની વિકાસ યોજનાની કરી સમીક્ષા

By

Published : Jun 26, 2021, 2:29 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ અયોધ્યાના વિકાસ યોજના (Development plan of Ayodhya)ની સમીક્ષા કરી
  • વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ (Video conferencing)ના માધ્યમથી વિકાસ યોજના (Development plan of Ayodhya)ની કરી સમીક્ષા
  • બેઠકમાં ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથ (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) રહ્યા હતા ઉપસ્થિત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શનિવારે વીડિયો કોન્ફરન્સ (Video conferencing)ના માધ્યમથી રામ નગરી અયોધ્યાની વિકાસ યોજના (Development plan of Ayodhya)ની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, મુખ્યપ્રધાન યોગીએ વર્ચ્યૂઅલ બેઠક (Virtual seat)માં અયોધ્યાના વિકાસને લઈને ભાવિ રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન વચ્ચે અયોધ્યાના રસ્તોના આધુનિકીકરણ, સંરચનાનો વિકાસ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિત અન્ય બાકી પરિયોજનાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો-Wide Road in Ayodhya: અયોધ્યાને જોડતા મુખ્ય રસ્તાઓ 100 મીટર પહોળા કરાશે

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ખુશી વ્યક્ત કરી

વીડિયો કોન્ફરન્સ (Video conferencingમાં અયોધ્યાના વિકાસ કાર્યો (Development works) પર વડાપ્રધાન મોદીની સમીક્ષા બેઠક પર રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સારી વાત છે. જ્યાં સુધી વડાપ્રધાન અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તેની સાથે નહીં જોડાય ત્યાં સુધી તેનો વિકાસ કાગળ પર જ દેખાશે. ગ્રાઉન્ડ પર નહીં દેખાય.

આ પણ વાંચો-રામ મંદિર નિર્માણનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે : ટ્રસ્ટ

વડાપ્રધાન 10 મહિના પહેલા આવ્યા હતા અયોધ્યા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે 5 ઓગસ્ટને અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. રામ મંદિર માટે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભૂમિપૂજન કાર્યક્રમ (Bhumi Pujan program in Yodhya)માં પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજનો આ દિવસ તપ, ત્યાગ અને સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિર માટે થયેલા આંદોલનમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંકલ્પ પણ હતો, સંઘર્ષ પણ હતો. પૂજન સમારોહમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (RSS President Mohan Bhagwat) પણ ઉપસ્થિત હતા.

ABOUT THE AUTHOR

...view details